વડોદરા સ્થિત આ કંપનીનો IPO 16 જુલાઇએ ખુલશે,જાણો પ્રાઈસ બેન્ડ સહિત મહત્વની વાતો

મુંબઈ

ગુજરાત સ્થિત તત્ત્વ ચિંતન ફાર્મા કેમથી સેબીથી ૫૦૦ કરોડ રૂપિયાના આઈપીઓ લૉન્ચ કરવાની સેબીની મંજૂરી મેળવી છે. આઈપીઓ ૧૬ જુલાઈએ ખુલશે અને ૨૦ જુલાઈ બંધ થશે. દૈનિક સમાચાર પત્રોમાં પ્રકાશિત જાણકારી અનુસાર, આ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ ૧૦૭૩-૧૦૮૩ રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરાયો છે. પહેલા કંપનીના DRHPમાં આઈપીઓ ઑફર ફૉર સેલનું સાઇઝ ૨૨૫ કરોડ રૂપિયા બતાવામાં આવી હતી. પરંતુ હવે તે વધારીને ૨૭૫ કરોડ કરવામાં આવી છે. આ આઈપીઓનો લોટસાઇઝ ૧૩ ઇક્વિટી શેર છે ત્યારબાદ ૧૩ ની ગુણાકારમાં છે.

આઇપીઓનો ૫૦ ટકા હિસ્સો QIB માટે ૩૫ ટકા રિટેલ માટે અને ૨૫ ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ છે. કંપની આ આઈપીઓથી મળેલા પૈસાનો ઉપયોગ તેના દહેજ એકમના વિસ્તરમાં આવનાર ખર્ચ વડોદરામાં સ્થિત શોધ અને વિકાસ કેન્દ્રના વિકાસમાં આવતા ખર્ચ અને કંપનીની રોજિંદી જરૂરિયાતો માટે કરશે.

વડોદરા તત્ચ ચિંતન સ્પેશલિટી કેમિકલ કંપની છે. કંપની તેના મોટાભાગના ઉત્પાદનોની નિકાસ ૨૫ દેશોમાં કરે છે. આ દેશોમાં અમેરિકા, ચીન, જર્મની, જાપાન, દક્ષિણ આફ્રિકા અને બ્રિટેન સામેલ છે. કંપનીએ ૩૧ માર્ચ, ૨૦૨૦ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ૩૭.૭૮ કરોડ રૂપિયાનો નફો થયો જ્યારે તેની આવક ૨૬૩.૨૩ કરોડ રૂપિયા રહી છે. તેને પાછલા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો ૨૦.૫૪ કરોડ રૂપિયા અને રેવેન્યૂ ૨૦૬.૩ કરોડ રૂપિયા પર હતો.

આ ઇશ્યૂના સંચાલિત આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્સિયલ સર્વિસિસ કરવાના છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ બન્ને એક્સચેન્જાે પર લિસ્ટ થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution