દિલ્હી-
ભારત અને ચીન વચ્ચે સરહદ પર વિસ્ફોટક સ્થિતિ છે અને બીજી તરફ ભારત પોતાની સેનાને મજબૂત બનાવવા માટે મિલિટરી ખરીદી પણ કરી રહ્યુ છે.
જાેકે ચીન સામે ભારતને લશ્કરી રીતે મજબૂત કરવા માટે અમેરિકા તમામ મદદ કરી રહ્યું છે.હવે અમેરિકાએ ભારતને તેના સૌથી ઘાતક એમક્યુ-9એ રીપર ડ્રોન વેચવાનુ નક્કી કર્યુ છે.આ ડ્રોનનો દુનિયામાં બીજા કોઈ ડ્રોન મુકાબલો કરી શકે તેમ નથી.આ ડ્રોન ઘાતક હેલફાયર મિસાઈલ્સથી સજ્જ હોય છે.ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હથિયારની સંભવિત ડીલથી ચીન જ નહી પાકિસ્તાન પણ પરેશાન છે.
મળતી વિગતો પ્રમાણે ભારતે અમેરિકા પાસેથી આવા 30 રીપર ડ્રોન ખરીદવાનુ નક્કી કર્યુ છે.આ ડીલ માટે 22000 કરોડ રુપિયા ભારતે ચુકવવા પડશે.ડિલ બે હિસ્સામાં થશે.પહેલા સ્ટેજમાં મીડિયમ એલ્ટીટ્યુડ લોન્ગ એન્ડોરન્સ ડ્રોન ખરીદવામાં આવશે.જેની ડિલિવરી આગામી કેટલાક મહિનામાં થઈ જશે.બાકીના 24 ડ્રોન આગામી 3 વર્ષ દરમિયાન ભારતને મળશે.
હથિયારો ખરીદ કરવા માટેની કમિટી સામે પહેલા આ પ્રસ્તાવ મુકાશે.જેના અધ્યક્ષ સંરક્ષણ મંત્રી જ હોય છે.ભારત છેલ્લા ત્રણ વર્ષથી આ ડ્રોન ખરીદવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે.જાેકે હજી સુધી સ્પષ્ટ નથી થયુ કે પહેલી બેચમાં ભારતને મળનારા ડ્રોન રેલફાયર કે બીજા મિસાઈલથી સજ્જ હશે કે નહી.
આ એજ ડ્રોન છે જેનાથી અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીનો ખાત્મો બોલાવ્યો હતો.એ પછી આ ડ્રોનની તાકાત જાેઈને દુનિયા હેરાન થઈ ગઈ હતી.ઈરાકના રડાર પણ આ ડ્રોનને પકડી શક્યા નહોતા.સુલેમાની પર હુમલો કરતા પહેલા રીપર ડ્રોન લાંબો સમય આકાશમાં ચકરાવા મારતુ રહ્યું હતુ.એ પછી જ્યારે સુલેમાની બગદાદ એરપોર્ટ પરથી નીકળીને કારમાં બેઠા અને તરત જ ડ્રોનના મિસાઈલે કારના ચિંથરા ઉડાવી દીધા હતા.