દિલ્હી-
ભારત અને ચીનમાં તણાવની વચ્ચે અમેરિકા આવતા મહિને ડ્રેગનની સબમરીનનો શિકાર કરવા માટે ભારતને પોતાનો સૌથી મોટા ‘શિકારી’ આપવા જઇ રહ્યુ છે. હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ચીની વૉરશીપ અને સબમરીનની વધતી ઘૂસપેઠની વચ્ચે અમેરિકા નવા બોઇંગ P-8 વિમાનોનો જથ્થો ભારતને સોંપવા જઇ રહ્યુ છે. આ વિમાન પહેલેથી ભારતીય નૌસેનામાં હાલના બેડામાં સામેલ હશે.
આ નવા P-8 વિમાનોને કેટલીય નવી ટેકનોલોજી અને હથિયારોથી લેસ કરાયા છે. આ વિમાનોને ભારતના પશ્ચિમી તટ પર ગોવામાં હંસા નેવલ બેઝ પર તૈનાત કરાશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વિમાનોના આવવાથી ભારત હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ચીની અને પાકિસ્તાની સબમરીન અને વૉરશીપનો સરળતાથી ખાત્મો કરી શકશે. ભારતની પાસે પહેલેથી જ P-8 વિમાન હાજર છે જેને તામિલનાડુના અરક્કોનમમાં તૈનાત કરાયા છે. અત્યાધુનિક રડારથી લેસ આ વિમાન જરૂરિયાત પડવા પર ચીની સરહદ પર લદ્દાખ અને પૂર્વોત્તરમાં પણ મોકલ્યા છે.
અમેરિકાની ચર્ચિત કંપની બોઇંગની તરફથી બનાવામાં આવેલા આ વિમાનોમાં ચાલક દળના ત્રણ સભ્ય અને એક નોસૈનિક વિશેષજ્ઞ સામેલ થયા છે. આ વિમાનોને સબમરીનનો શિકાર કરવા માટે માર્ક-45 તારપીડો, માર્ક-84 ડેપ્થ ચાર્જ અને ઘાતક બોમ્બથી લેસ કરાયા છે. આ સિવાય આ વિમાનમાં એજીએમ-84 હાર્પૂન એન્ટી શિપ મિસાઇલો પણ લગાવામાં આવી છે. P-8 કેરિયર બેટલ ગ્રૂપની સુરક્ષા માટે પણ તૈનાત કરી શકાય છે.
P-8 માં મેગનેટિક અનોમલી ડિટેકશન સિસ્ટમ (મેડ) લગાવી છે જે પાણીની અંદર છુપાયેલી સબમરીનને શોધી કાઢે છે. આ સિવાય P-8માં એવા રડાર લાગેલા છે જે લાંબા અંતર સુધી નજર રાખવા અને જાસૂસી કરવામાં સક્ષમ છે. આ વિમાનની સ્પીડ 789 કિમી પ્રતિકલાકની છે અને ઓપરેશનલ રેન્જ 1200 માઇલની છે. આ અંદાજે 40000 ફૂટની ઊંચાઇ પર ઉડાન ભરે છે.