વોશિંગ્ટન-
અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા વર્ચસ્વના પગલે સ્થિતિ ખતરનાક બની રહી છે. આવામાં અફઘાનિસ્તાનને મદદ કરવાની જગ્યાએ અમેરિકાએ હાથ અધ્ધર કરી દીધા છે. અમેરિકન પ્રમુખ જાે બાઈડન અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવા માટે મક્કમ છે અને પોતાના ર્નિણયમાં કોઈ બદલાવ કરવાના મૂડમાં નથી. વ્હાઈટ હાઉસના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ બાઈડને ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી બાકીના તમામ સૈનિકોને પાછા બોલાવવા માટે આદેશ આપ્યો છે. જાેકે અત્યાર સુધીમાં ૯૦ ટકા સૈનિકો અમેરિકા પાછા જઈ ચુક્યા છે.
બાઈડનનુ કહેવુ છે કે, અમે ૨૦ વર્ષોમાં અફઘાનિસ્તાન પાછળ એક ટ્રિલિયન ડોલરથી વધારે ખર્ચો કર્યો છે. ત્રણ લાખથી વધારે અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપી છે અને અમારા પોતાના સૈનિકો ગુમાવ્યા છે. હવે અફઘાનિસ્તાને પોતાના દેશ માટે જાતે લડવુ પડશે અને આ માટે અફઘાન નેતાઓએ આગળ આવવુ પડશે. આ પહેલા વ્હાઈટ હાઉસે કહ્યુ હતુ કે, અમેરિકા એ લોકોનો ન્યાય કરવા માટે અફઘાનિસ્તાન આવ્યુ હતુ જેમણે અમેરિકા પર હુમલો કર્યો હતો. આ હુમલો કરનારા આતંકીઓનો અફઘાનિસ્તાનમાં ખાત્મો બોલાવવાનુ અમારૂ લક્ષ્ય હતુ. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ જાેર વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં પાંચ પ્રાંતોની રાજધાની પર તેમણે કબ્જાે જમાવી દીધો છે. લોકોમાં તેના કારણે દહેશતનો માહોલ છે.