વોશિગંટન,
લદ્દાખમાં એલએસી ખાતે ગેલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ભારતીય જવાનોની શહાદત બાદ અમેરિકા ભારતના સમર્થનમાં બહાર આવ્યું છે. એક અમેરિકન નેતાએ કહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં ચીનની તાજેતરની આક્રમકતા તેના પડોશીઓ વિરુદ્ધ મોટા પાયે લશ્કરી ઉશ્કેરણીનો ભાગ છે. શાંતિપૂર્ણ રાષ્ટ્રોના ડર અને સૈન્ય કાર્યવાહી માટે અમેરિકા ચીન સાથે ઉભું નહી રહેશે. આ વાત અમેરિકાના પ્રભાવશાળી નેતા ટેડ યોહો દ્વારા કરવામાં આવી છે.
અમેરિકન નેતા ટેડ યોહોએ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દુનિયા ભેગા થાય અને ચીનને કહે કે હવે બહુ થયુ છે. ટેડ યોહોએ શુક્રવારે કહ્યું હતું કે, "ભારત સામેની કાર્યવાહી કોરોના રોગચાળા અંગે મૂંઝવણ બનાવવા માટે ચીની કમ્યુનિસ્ટની કુટ નીતિનો એક ભાગ છે." ચાઇનામાં મોટા પાયે લશ્કરી ઉશ્કેરણી સાથે હોંગકોંગ, તાઇવાન અને વિયેટનામ સહિતના તેના પાડોશી પ્રદેશોમાં કોરોના રોગચાળો આવરી લેવાનું વલણ ધરાવે છે.