અમેરિકી સરકારે પોતાના નાગરિકોને ભારત છોડી દેવા સૂચના આપી

અમેરિકા

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ભયંકર ગતિ સાથે આગળ વધી રહી છે અને લગભગ તમામ રાજ્યોમાં દવાખાના હાઉસફુલ થઈ રહ્યા છે ત્યારે અમેરિકી સરકારે પોતાના નાગરિકોને ભારત છોડી દેવાની સૂચના આપી છે.

અમેરિકી વિદેશ વિભાગ દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે ભારતમાં દિનપ્રતિદિન પરિસ્થિતિ બગડી રહી છે અને લગભગ તમામ દવાખાના હાઉસફુલ થઈ રહ્યા છે ત્યારે જેમ બને તેમ જલ્દી અમેરિકા પાછા ફરી જવા ની તત્કાળ જરૂર છે.

અમેરિકી નાગરિકો ને વર્તમાન સમયમાં ભારતનો પ્રવાસ નહીં કરવાની સૂચના ફરીવાર દોહરાવવામાં આવી છે અને એ જ રીતે ભારતમાં રહેલા અમેરિકન નાગરિકોને જેમ બને તેમ જલ્દી અમેરિકા પાછા ફરવાની તાકીદ કરવામાં આવી છે અને તેની માહિતી પણ આપવામાં આવી છે કે અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે 14 જેટલી ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે.

એ જ રીતે ભારતથી યુરોપ્ના પણ કેટલાક દેશો માટે ની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ રહી છે ત્યારે જેમ બને તેમ જલ્દી ભારત છોડી દેવાની જરૂર છે. અમેરિકામાં આમ તો કોરોનાવાયરસ મહામારી હજુ શાંત પડી નથી ત્યારે ભારતમાં લાંબુ રોકાણો અમેરિકી નાગરિકો માટે અને અમેરિકા માટે હિતાવહ નથી તેવી ખાસ સુચના એડવાઇઝરી માં આપવામાં આવી છે.

વિશ્વના અનેક દેશો દ્વારા ભારતના પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે અને ભારતની ફ્લાઇટો ને રોકી દેવામાં આવી છે અને એમ કરીને કોરોનાવાયરસ મહામારી અટકાવવા માટેના પગલા લેવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution