ફેરનેસ ક્રીમથી ગોરા બનવાની લાલસા ત્વચાને કરી શકે છે મોટું નુકસાન 

સામાન્ય રીતે યુવતીઓ એવું જ માને છે કે ફેરનેસ ક્રીમથી તે દૂધ જેવી ઊજળી થઈ જશે!, યુવતીઓ હંમેશાં ગોરી ગોરી ત્વચા ઇચ્છતી હોય છે. અને યુવતીઓની આ મહેચ્છા જુદી જુદી ફેરનેસ ક્રીમ દ્વારા પૂરી થાય છે. જોકે ફેરનેસ ક્રીમ પાછળ ઘેલી થઇને ગોરી ત્વચા મેળવવા માગતી યુવતીઓએ એ જાણી લેવું જોઈએ કે, ફેરનેસ ક્રીમ લગાવવી સુરક્ષિત છે કે નહીં? એક હેલ્થ સર્વે મુજબ ફેરનેસ ક્રીમના તત્વોની સુંદરતા તેમજ સ્વાસ્થ્ય પર આડઅસર પડતી હોય છે.

કારણ કે બધી જ ફેરનેસ ક્રીમ એવો દાવો કરતી હોય છે કે આ ક્રીમની મદદથી યુવતી અઠવાડિયામાં કે મહિનામાં ગોરી થઈ જશે. અને ગોરી થયા બાદ તે યુવતીનાં તમામ કામ સરળ થઈ જશે. ફેરનેસ ક્રીમ લગાવીને ગોરી થવા માંગતી યુવતીઓ એ નથી જાણતી કે ફેરનેસ ક્રીમની બનાવટમાં વપરાતું મર્કરી નામનું તત્વ ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું નથી. મર્કરી ત્વચાનો રંગ ઉઘાડવાને બદલે ત્વચાને વધારે નુકસાન કરે છે. અને આ તત્વ ફેરનેસ ક્રીમની બનાવટમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિશ્વભરના ડોક્ટર એ બાબતની મનાઈ ફરમાવી રહ્યાં છે કે, ફેરનેસ ક્રીમનો ઉપયોગ ન કરવો જોઈએ. 

કારણ કે મર્કરીને લીધે કિડનીની સમસ્યા થાય છે. તેમ જ નર્વસ સિસ્ટમને લગતી તકલીફો થતી હોય છે. માટે ફેરનેસ ક્રીમ ઉપયોગ કરતાં પહેલાં તેની બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થયો છે તે જરૂર વાંચો. ગોરા બનાવતા સાબુ કે ક્રીમનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ક્રીમ ખરીદતાં પહેલાં તેની પર જોઈને ચકાસી લેવું કે તેની પર લિક્યોરસ લેખલું છે. જો લિક્યોરસ લખેલું હોય તો તે ઉત્પાદનમાં ચોક્કસપણે કેમિક્લ હશે. વધારે પડતાં ફેરનેસ ક્રીમના ઉપયોગથી ત્વચા પર હાઇપર પિગમેન્ટેશનની સમસ્યા થાય છે. માટે તમારો વાન જેવો છે તેવો સ્વીકારીને ગોરી ત્વચાનો મોહ છોડી દેવો જોઈએ. કારણ કે ગોરા બનવાની લાલસા ક્યારેક ત્વચાને મોટું નુકસાન કરી શકે છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution