વોશ્ગિટંન-
કોરોના વાયરસને લઈને ચીન પર પ્રહારો કરી રહેલા અમેરિકાએ એક રિપોર્ટ રજૂ કરીને વુહાન સ્થિત વાયરૉલોજી ઇન્સ્ટિટ્યૂટ પર કેટલાંય પ્રશ્નો કર્યા છે અને ઉંડાણપૂર્વક તપાસની માંગણી કરી છે. અમેરિકન ગૃહ વિભાગના આ રિપોર્ટમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-19 મહામારીની ઉત્પતિ કેવી રીતે થઇ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોકયા અને જુઠ્ઠાણું ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી. અમેરિકાએ સીધો દાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઇ માણસોમાં ફેલાવાથી લઇ લેબમાં થયેલ ઘટનાથી લઇ લીક સુધી કેટલીય સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તપાસની માંગણી કરી છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પાસે માનવા માટે એ પૂરતા કારણો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કેટલાંય રિસર્ચર વર્ષ 2019માં બીમાર પડી ગયા હતા.
એ સવાલ પણ ઉભો કરે છે કે ડબલ્યુઆઈવીના વરિષ્ઠ સંશોધનકાર શી ઝેંગલી એ જે દાવો કર્યો હતો કે ઇન્સ્ટિટ્યુટના સ્ટાફ કે સ્ટુડન્ટસમાં કોઇ કેસ દેખાયો નથી તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકાય. રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે અગાઉ પણ ચીનમાં 2004માં એસએઆરએસની મહામારી ફેલાઇ હતી. એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સીસીપીએ અગાઉ પણ સ્વતંત્ર પત્રકારો, તપાસકર્તાઓ અને વૈશ્વિક હેલ્થ ઓથોરિટીઝને ડબલ્યુઆઈવીમાં રિસર્ચર્સથી પૂછપરછ કરતા અટકાવ્યા હતા. તેમાં એ લોકો પણ સામેલ છે જેઓ 2019માં બીમાર પડ્યા હતા.
વાયરસના મૂળની કોઈપણ વિશ્વસનીય તપાસમાં આ લોકોનાં પ્રશ્નો અને જવાબો સામેલ થવા જાેઈએ. અમેરિકાએ માંગણી કરી છે કે હું ના તપાસકર્તાઓને ડબલ્યુઆઈવીના ચામાચીડિયા અને બીજા કોરોના વાયરસ પર કરાયેલા કામના તમામ રેકોર્ડ મળવા જાેઇએ. તપાસ દરમિયાન તેમને એ ખબર પડવી જાેઈએ કે ડબલ્યુઆઈવી એ કેમ પહેલાં આરએટીજી૧૩ અને બીજા વાયરસોને ઓનલાઇન રેકોર્ડને બદલ્યા અને પછી ડિલીટ કરી દીધા.