દેશમાં બેરોજગારી દર એપ્રિલ જૂન ત્રિમાસિક દરમિયાન ઘટીને ૬.૬ ટકા થયો


રોજગારના મોરચે દેશને સારા સમાચાર મળ્યા છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (દ્ગર્જીં) એ શુક્રવારે આંકડા જાહેર કરતા જણાવ્યું કે દેશમાં બેરોજગારી દર એપ્રિલ જૂન ત્રિમાસિક દરમિયાન ઘટીને ૬.૬ ટકા થયો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં આ આંકડો ૬.૭ ટકા હતો. દ્ગર્જીં ના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (ઁન્હ્લજી) ના આંકડા અનુસાર, પુરુષોમાં બેરોજગારી ઘટી છે. પરંતુ, મહિલાઓમાં બેરોજગારીનો આંકડો વધીને પ્રથમ ત્રિમાસિકમાં ૯ ટકા પર પહોંચ્યો છે. એક વર્ષ પહેલા આ આંકડો ૮.૫ ટકા હતો. આ સરકાર માટે ચિંતાજનક બાબત છે.ઁન્હ્લજી ડેટા અનુસાર, પુરુષોમાં હેડલાઇન બેરોજગારી દર એપ્રિલ જૂન ત્રિમાસિક દરમિયાન ૬.૧ ટકાથી ઘટીને ૫.૮ ટકા રહ્યો છે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે યુવાનો (૧૫-૨૯ વર્ષ) માટે બેરોજગારી દર પણ પ્રથમ ત્રિમાસિકમાં ઘટીને ૧૬.૮ ટકા થયો છે. આ ગત ત્રિમાસિકમાં ૧૭ ટકા હતો. આ આંકડો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉંમરના યુવાનો સામાન્ય રીતે પ્રથમ વખત નોકરીમાં આવે છે. આનાથી જાણવા મળે છે કે લેબર માર્કેટ મજબૂત થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન યુવા પુરુષોનો બેરોજગારી દર નીચે ગયો છે અને યુવા મહિલાઓ માટે આ આંકડામાં વધારો આવ્યો છે.

શહેરોમાં નોકરી કરતા અને નોકરીની શોધ કરી રહેલા લોકોની સ્થિતિ દર્શાવતો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (ન્હ્લઁઇ) પણ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ની પ્રથમ ત્રિમાસિક દરમિયાન ૫૦.૧ ટકા રહ્યો છે. આ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની ચોથી ત્રિમાસિકમાં ૫૦.૨ ટકા હતો. પુરુષોમાં કામ પ્રત્યે વધુ ઉત્સાહ જાેવા મળ્યો. તેમનો ન્હ્લઁઇ ગત ત્રિમાસિકના ૭૪.૪ ટકાથી વધીને ૭૪.૭ ટકા થયો. જાેકે, મહિલાઓનો ન્હ્લઁઇ ગત ત્રિમાસિકના ૨૫.૬ ટકાથી ઘટીને ૨૫.૨ ટકા રહ્યો છે.

દ્ગર્જીં ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં રોકાયેલા લોકોનો હિસ્સો ગત ત્રિમાસિકના ૪૦.૫ ટકાથી ઘટીને ૪૦ ટકા રહ્યો છે. ગત ત્રિમાસિક દરમિયાન પગારદાર કર્મચારીઓ અને કેઝ્‌યુઅલ મજૂરોનો હિસ્સો વધીને અનુક્રમે ૪૯ ટકા અને ૧૧ ટકા થયો. આ સમયગાળા દરમિયાન નિયમિત કામમાં મહિલા શ્રમિકોનો હિસ્સો ૫૨.૩ ટકાથી વધીને ૫૪ ટકા થયો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામદારોનો હિસ્સો પણ ૩૨ ટકાથી વધીને ૩૨.૧ ટકા થયો. દ્ગર્જીં એ પ્રથમ કમ્પ્યુટર આધારિત સર્વે એપ્રિલ, ૨૦૧૭ માં શરૂ કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution