મુંબઈ
કેન્દ્ર સરકારે પ્રાઇવેટાઇઝેશન માટે સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની પસંદગી કરી છે. કેન્દ્ર સરકાર આ બન્ને સરકારી બેન્કોમાં પોતાનો હિસ્સો ડિસઇન્વેસ્ટ કરશે. પહેલા તબક્કામાં ૫૧ ટકા હિસ્સો વેચવાની યોજના છે. આ સમાચાર પછી શેર બજારમાં સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કોના શેરોમાં ૨૦ ટકા અપર સર્કિટ લાગી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના શેર આ સમાચાર પહેલા ૧૯.૮૫ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા જે અચાનક ૧૯.૮૦ ટકા વધીને ૨૩.૬૦ રૂપિયા પર પહોંચી ગયા છે. જ્યારે સેન્ટ્રલ બેન્કના શેર ૨૦ રૂપિયાથી ૧૯.૮૦ ટકા વધીને ૨૪.૨૦ પર પહોંચી ગયા છે.
આ બન્ને બેન્કોના પ્રાઇવેટાઇઝેશમ માટે એક કેન્દ્ર સરકાર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર સાથે કેટલાક અન્ય કાયદામાં ફેરફાર કરશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની સાથે પણ ચર્ચા થશે. નીતિ આયોગે આ બન્ને બેન્કોના નામની ભલામણ કરી હતી. આયોગ નિજીકરણ માટે સાર્વજનિક ક્ષેત્રની બે બેન્કો અને એક વીમા કંપનીનાં નામ પસંદ કરવાની જવાબદારી આ પંચને સોંપવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે નાણામંત્રી ર્નિમળા સીતારામણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં બે સરકારી બેન્કો અને એક વીમા કંપનીના પ્રાઇવેટાઇઝેશનની જાહેરાત કરી હતી. સરકારે હ્લરૂ૨૨ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રાઇવેટ થવા વાળી બન્ને સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના શેર બજારમાં માર્કેટ વેલ્યૂ તેના શેરના પ્રાઇસ અનુસાર ૪૪૦૦ કરોડ રૂપિયા છે. જેમાં ઈન્ડિયન ઓવરસીઝ બેન્કની માર્કેટ કેપ ૩૧,૬૪૧ કરોડ રૂપિયા છે.