મુંબઇ
વેબ સિરીઝની દુનિયામાં રોજબરોજ કોઇને કોઇ નવી કહાની ચાહકોને મળી રહે છે. દરેક સિરીઝ સાથે કોઇને કોઇ જાણીતા-નવા ચહેરાઓ પણ ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરતાં રહે છે. ટીવી સ્ટાર રશ્મિ દેસાઇ પણ હવે અહિ આવી રહી છે. નવોદિતા બસુની સિરીઝ 'તંદૂર' આવી રહી છે. જેમાં રશ્મિ દેસાઇ સાથે તનુજ વીરવાણીનો મુખ્ય રોલ છે. નિવેદીતાએ એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સ સાથે ક્રિએટીવ હેડ તરીકે અનેક સુપરહિટ શો આપ્યા છે. તેણેતંદૂર વિશે કહ્યું હતું કે આ પ્રોજેકટ માટે હું ઉલ્લુના વિભુ અગ્રવાલની આભારી છું. તેણે મારા પર ભરોસો મુકયો હતો. મહામારીના કારણે આ પ્રોજેકટ દસ મહિના મોડો થયો છે. આમ છતાં વિભુ સતત સાથે રહ્યા છે.
મેં છેલ્લે ૨૦૧૨માં તુજસે હૈ રાબ્તાનું નિર્દેશન કર્યુ હતું. લાંબા સમયે ફરી તંદૂર થકી આ કામ કર્યુ છે. રશ્મિએ કહ્યું હતું કે ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી અત્યંત ખુશ છું. શાનદાર સ્ક્રિપ્ટ સાંભળતા જ મેં આ રોલ સ્વીકાર્યો હતો. તનુજ ખુબ સારો અભિનેતા અને સારો દોસ્ત છે.