વિદેશમાં ભણતા કુલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૫ લાખ સુધી પહોંચી ગઈ દુબઈ, સિંગાપોર, ચિલી, સાઉથ કોરિયા, જર્મની ફેવરિટ દેશ બનતા જાય છે.


નવીદિલ્હી,તા.૧૧

વિદેશમાં શિક્ષણ લેવાની બાબતમાં ભારતીયો હંમેશાથી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા પર ફોકસ કરે છે. પરંતુ હવે તેઓ બીજા દેશોનો પણ વિચાર કરી રહ્યા છે. ખાસ કરીને દુબઈ, સિંગાપોર, જાપાન, ચિલી, સાઉથ કોરિયા, જર્મની ફેવરિટ દેશ બનતા જાય છે. આ દેશોમાં ઈકોનોમિક સ્થિતિ વધારે સોલિડ છે, રોજગારીની તક વધારે મળી રહે છે.

ફોરેનમાં એજ્યુકેશનની વાત આવે ત્યારે ભારતીયોના મોઢે ચાર મોટા દેશોના નામ હોય છે - અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. આ ચારેય દેશોએ એજ્યુકેશનની એક એવી ઈકોસિસ્ટમ બનાવી છે કે દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આવે છે અને હાયર એજ્યુકેશન મેળવે છે. જાેકે, બદલાતા સમયની સાથે સાથે ભારતીયોની પસંદગી પણ બદલાઈ રહી છે. હવે આ ચાર દેશો સિવાયના બીજા દેશોમાં પણ સ્ટુડન્ટ ભણવાનો વિચાર કરતા થયા છે.

ભારતીય પેરન્ટ્‌સ અને સ્ટુડન્ટ માત્ર એજ્યુકેશનની ક્વોલિટી નહીં પરંતુ ભવિષ્યમાં પર્મેનન્ટ રેસિડન્સી અને સિટિઝનશિપ મળી શકે કે નહીં તેનો પણ વિચાર કરે છે, કારણ કે આપણા માટે એજ્યુકેશન એક મહત્તવનું રોકાણ છે.

ભારતના વિદેશ મંત્રાલયે બહાર પાડેલા આંકડા જાેવામાં આવે તો તેમાં એક વિશેષ ટ્રેન્ડ જાેવા મળે છે. વિદેશમાં ભણતા કુલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૧૫ લાખ સુધી પહોંચી ગઈ છે જેમાંથી ૬૫ ટકા સ્ટુડન્ટ તો યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જ જાય છે. ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૨૦ લાખને પાર કરી જશે અને ૨૦૨૭ સુધીમાં ૩૦ લાખ સુધી પહોંચી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં ચિત્ર ઘણું બદલાયું છે કારણ કે અગાઉ ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાંથી મોટા ભાગની યુનિવર્સિટીઓ આ ચાર દેશોની હતી. હવે આ લિસ્ટમાં બીજા દેશો પણ ઉમેરાઈ રહ્યા છે. તેના કારણે દુબઈ, સિંગાપોર, ચિલી, જાપાન, સાઉથ કોરિયા, જર્મની અને નેધરલેન્ડ્‌સ પણ હવે ફેવરિટ દેશ બનતા જાય છે. આ દેશોમાં પણ એજ્યુકેશનનું લેવલ ઘણું સારું છે અને સ્ટુડન્ટ્‌સ તેનું પણ એક્સપોઝર લેવા માગે છે. આ દેશોની ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચની ક્વોલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બધું ટોપ ક્લાસ છે.

ભારતીય વિદ્યાર્થીઓમાં આ શિફ્ટ કેવી રીતે આવ્યું તે પણ સમજવા જેવું છે. અત્યાર સુધી જે ચાર દેશ - યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા ટોપ પર રહ્યા છે ત્યાં હવે ઘણી મુશ્કેલી પેદા થઈ રહી છે. સૌથી પહેલા તો આર્થિક વિકાસદર ઘટી ગયો છે. ઈમિગ્રન્ટ્‌ વિરોધી વાતાવરણ વધતું જાય છે, ભારતીયોને આ દેશો બહુ ખર્ચાળ લાગે છે, વિઝા અને વર્કને લગતા ઘણા નિયંત્રણો છે અને ઈકોનોમિક તક પણ ઘટતી જાય છે. તેથી આવા દેશોમાં જંગી ખર્ચ કરીને બાળકોને ભણાવવા કરતા દુબઈ, સિંગાપોર, જાપાન, ચિલી, સાઉથ કોરિયા, જર્મની જેવા દેશોમાં ભણાવવામાં વધુ ફાયદો છે. કોઈ ફેમિલી એવું નથી ઈચ્છતું કે સંતાનોને ભણાવવામાં જે ખર્ચ થાય તેની સામે તેનું વળતર ન મળે. ઈકોનોમિક બાબતો તો ધ્યાનમાં લેવી જ પડે છે. આ મામલામાં યુકે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હવે પહેલા જેવા આકર્ષક નથી રહ્યા. બીજા પણ કેટલાક કારણો છે જેનાથી ભારતીયોની પસંદગી બદલાઈ છે. દુબઈ, સાઉથ કોરિયા અને સિગાપોર જેવા દેશો વિદેશી સ્ટુડન્ટને આકર્ષવા માટે ઉત્સાહિત છે. તેઓ સ્કોલરશિપ, વિઝા રિલેક્સેશન, પર્મેનન્ટ રેસિડન્સીની પોલિસી અને ભણવાની સાથે સાથે વર્ક પ્રોગ્રામ વગેરે ઓફર કરે છે. દાખલા તરીકે સાઉથ કોરિયાના સ્ટડી કોરિયા ૩૦૦ા પ્લાન હેઠળ ૨૦૨૭ સુધીમાં ત્રણ લાખ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને આકર્ષવામાં આવશે. હાલમાં ભારતના લગભગ બે હજાર સ્ટુડન્ટ સાઉથ કોરિયામાં ભણે છે.

કોસ્ટ ઓફ લિવિંગની બાબતમાં પણ ચાર મોટા દેશો કરતા નાના દેશો વધુ માફક આવે છે. ભારતના ઘણા સ્ટુડન્ટને વિદેશમાં ભણવું છે પરંતુ ખર્ચ કરવાની કેપેસિટિ લિમિટેડ છે તેથી તેઓ યુએસ, યુકે, કેનેડા સિવાયના વિકલ્પો શોધે છે.ઈકોનોમિક રીતે જાેવામાં આવે તો પણ દુબઈ, સિંગાપોર, જાપાન, ચિલી, સાઉથ કોરિયા, જર્મની વગેરે દેશોમાં ગ્રોથનો રેટ વધારે ઉંચો છે. તેના કારણે અહીં રોજગારીની તક વધુ સારી છે કેનેડા, અમેરિકા, યુકે તેની સામે ઝાંખા પડે છે. તેમાં પણ દુબઈ, સિંગાપોર અને રશિયા તો ભારત સાથે બહુ ગાઢ સંબંધ ધરાવે છે તેથી ભારતીય સ્ટુડન્ટને ત્યાં જવામાં વાંધો નથી. આ દેશોમાં ભારતીયો ઈચ્છે તો ડાયરેક્ટ સરકાર સાથે પણ કામ કરી શકે છે.

હવે તો કલ્ચરની બાબતમાં પણ ભારતીયો કોરિયાની વધુ નજીક જઈ રહ્યા છે. ભારતીય યુવાનોમાં કોરિયન પોપ મ્યુઝિક અને કોરિયન ડ્રામા ક્યારથી લોકપ્રિય બની ગયા છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પોતાની ઈમિગ્રેશન નીતિ નહીં સુધારે અને ઈમિગ્રન્ટની સમસ્યાઓ પર ધ્યાન નહીં આપે તો દેખીતી રીતે જ લોકો સાઉથ કોરિયા, દુબઈ, સિંગાપોર અથવા જર્મની તરફ વળશે તે નક્કી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution