નેશનલ હાઇ-વે પર 1લી એપ્રિલથી મુસાફરી માટે ટોલ ટેક્ષ વધશે

દિલ્હી-

નેશનલ હાઈવે પર ૧લી એપ્રિલથી મુસાફરી કરવા માટે તમારે તમારૂ ગજવુ હળવુ કરવુ પડશે. નેશનલ હાઈવે ઓથોરીટી ટોલના દરોમાં ૫ ટકા વધારો કરવાની તૈયારીમાં છે તો માસિક પાસની કિંમતમાં પણ ૧૦ થી ૨૦ રૂ.નો વધારો થશે. નેશનલ હાઈવે ઓથોરીટી દર નાણાકીય વર્ષમાં ટોલ ટેક્ષ વધારે છે. ફાસ્ટટેગ ફરજીયાત કર્યા બાદ ટોલ ટેક્ષમાં વધારાથી ટ્રાન્સપોર્ટરોની સાથે સાથે સામાન્ય લોકો પર પણ બોજાે પડશે.

નવા ભાવ ૧લી એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરી દેવામાં આવશે. જેને લઈને ફોરવ્હીલર અને તેનાથી મોટા વાહનોએ વધુ ટેકસ આપવો પડશે. અત્રે નોંધનીય છે કે ઓથોરીટીએ ૨૦૦૮મા તમામ ટોલ પ્લાઝા પર ટેકસ વધારવાની જાેગવાઈ કરી હતી. ત્યાર બાદ નિયમ અનુસાર દરેક નાણાકીય વર્ષમાં ટોલ ટેકસ વધે છે. ઓથોરીટીના વડાએ મંત્રાલયને રીપોર્ટ મોકલ્યો છે. આ ઉપરાંત નિયમીત યાત્રિકોએ પણ ટોલના વધારેલા બોજાનો સામનો કરવો પડશે. માનવામાં આવે છે કે માસિક ટોલમાં પણ ૧૦થી ૨૦ રૂ.નો વધારો થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution