આજથી ટોક્યો પેરાલિમ્પિકનો પ્રારંભ, મેડલ માટે ભારતના 54 એથલિટ મેદાનમાં

દિલ્હી-

24 ઓગસ્ટ 2021થી ટોક્યોમાં ફરી એક વાર વિશ્વમાં હૈરતઅંગેજ રેકોર્ડ્સ બનશે અને તૂટશે. ટોક્યોમાં મંગળવારે સાંજે ભારતીય સમયાનુસાર, 16.30 વાગ્યે એટલે કે સાંજે 4.30 વાગ્યે પેરાલિમ્પિક રમતનો પ્રારંભ થશે. જાપાનના રાજા નારૂહિતો રમતોની શરૂઆતની જાહેરાત કરશે. ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં 5 એથ્લિટ ધ્વજવાહક મરિયપ્પન થંગાવેલું, ડિસ્કસ થ્રોઅર વિનોદ કુમાર, જેવલિન થ્રો પ્લેયર ટેક ચંદ અને પાવરલિફ્ટર સકીના ખાતૂન અને જયદીપ સામેલ થશે. ટોક્યો પેરાલિમ્પિકમાં 5 સપ્ટેમ્બર સુધી મેચ રમાશે. આમાં 163 દેશોના લગભગ 4,500 એથ્લિટ 22 રમતોમાં 540 સ્પર્ધાઓમાં ભાગ લેશે. ભારત તરફથી 54 સભ્યોના દળ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે. આ ભારત તરફથી પેરાલિમ્પિકમાં જનારું સૌથી મોટું દળ છે. ટોક્યોમાં ભારતીય પેરા એથ્લિટ ટેબલ ટેનિસ, તરવૈયા, તીરંદાજી, કેનોઈંગ, એથ્લેટિક્સ, નિશાનેબાજી, બેડમિન્ટન, પાવરલિફ્ટિંગ અને તાઈક્વાંડો ઈવેન્ટમાં ભાગ લેશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ 11 સભ્યોનું દળ કરશે, જેમાં 5 ખેલાડી હશે. કોરોનાના વધતા કેસના કારણે રમત દરમિયાન ઓલિમ્પિકની જેમ દર્શકોની હાજરી નહીં હોય. આજથી ટોક્યો પેરાલિમ્પિક 2020નો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 22 રમતોની 540 સ્પર્ધા જોવા મળશે. 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે. ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા પછી હવે એ આશા છે કે, ટોક્યો પેરાલિમ્પિક પણ ભારત માટે ગોલ્ડન જ રહેશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution