આ રાજયમાં ત્રીજી લહેર વધુ ખતરનાક હોવાની આશંકા, દરરોજ 45 હજાર કેસ નોંધાશે

દિલ્હી-

આઇઆઇટીડી રિવ્યૂ એન્ડ રિકમન્ડેશન ફોર મેનેજમેન્ટ ઓફ ઓક્સિજન ડ્યૂરિંગ કોવિડ ક્રાઈસિસ ફોર જીએનસીટીડી નામના એક રિપોર્ટમાં ત્રણ સ્થિતિનો ઉલ્લેખ કરાયો છે. પ્રથમ સ્થિતિમાં કોરોનાની બીજી લહેર જેવી પરિસ્થિતિઓ અંગે તથા હોસ્પિટલમાં સારવાર હેઠળ આવતા દર્દીઓ અને ઓક્સિજનના જથ્થાની સંપૂર્ણ વિગતનું અનુમાન લગાવાઇ રહ્યું છે. બીજી સ્થિતિ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૦ ટકા જેટલી વધી જાય એના પર આધારિત છે. ત્રીજી સ્થિતિ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦ ટકાથી વધી જાય એને આધારિત છે. આવા કપરાકાળમાં રોજ ૪૫ હજારથી વધુ કેસ સામે આવવાનું અનુમાન લગાવાયું છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે આ સંકટથી બહાર આવવા માટે રોજ ૯૪૪ મેટ્રિક ટન ઓક્સિજનની આવશ્યકતા રહેશે. આ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિપિન સંઘી અને ન્યાયાધીશ જમસીત સિંઘની ખંડપીઠે દિલ્હી સરકાર પાસે ચાર સપ્તાહમાં આઇઆઇટી દિલ્હીની ભલામણોના આધારે લેવાના પગલાઓની માહિતી માગી છે. સરકારે આ સમગ્ર જાણકારી ટાઇમ લાઇન સાથે કોર્ટમાં રજૂ કરવાની રહેશે. કોર્ટે કોરોના મહામારી પર જણાવ્યું હતું કે આપણે સદીમાં એકજ વેળા આવતી હોય તેવી મહામારીનો સામનો કરી રહ્યા છીએ. ઈતિહાસના પાના જાે ફેરવીએ તો વર્ષ ૧૯૨૦માં મહામારી આવી હતી. ઓક્સિજનનું ઉત્પાદન કરતો પ્લાન્ટ બનાવીને આપણે લાંબી લડત આપવા માટે તૈયાર રહી શકીએ છીએ. તમારે આને સૌથી ઉપર રાખવું જાેઇએ. આનાથી સ્ટોરેજ, મૂવમેન્ટ, વાષ્પીકરણ જેવી વસ્તુઓનો માર્ગ મોકળો અને સરળ થઇ શકે છે. દિલ્હી હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આઇઆઇટી- દિલ્હીના પ્રોફેસર સંજય ધીરે નિષ્કર્ષોના માધ્યમ અંગે કોર્ટને જણાવ્યું હતું. કેજરીવાલ સરકારના આંકડાઓના આધારે દિલ્હીમાં ઓક્સિજનના પાયાગત માળખામાં સુધારો લાવવા માટે રાજ્ય માટે કેટલાક પડકારોને તારવી લીધા છે. તેઓએ કહ્યું હતું કે વધુ ભયંકર ત્રીજી લહેરની આશંકાને જાેતા સ્ટોરેજની ક્ષમતામાં વૃદ્ધિ, દિલ્હીની બહારથી સપ્લાઇમાં સુધારો, પ્રેશર સ્વિંગ એડસૉર્પશન પ્લાંટ અને ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરોની અછતને દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે ઉપાય હાથ ધરવા જાેઇએ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution