અમદાવાદ
ભારતીયો આતુરતાથી કોરોના વેક્સીનની રાહ જાેઈ રહ્યાં છે. તેમાં પણ વેક્સીન મામલે ભારત આર્ત્મનિભર બન્યું છે. ભારતમાં ત્રણ કંપનીઓ કોરોના વેક્સીન બનાવી છે. જેની તાજેતરમાં જ પીએમ મોદીએ મુલાકાત કરીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ગુજરાતની કંપની ઝાયડસ કેડિલા પણ તેમાં સામેલ છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી કોરોના વેક્સીનને લઈ સારા સમાચાર આવ્યા છે. ઝાયડસની ZyCov-D વેક્સીન પણ સફળ થઈ રહ્યાનો દાવો કરાયો છે. ઝાયડસ કેડિલાએ ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝના પરિક્ષણ માટે પરવાનગી માંગી છે. ZyCov-D વેક્સીનનો પ્રથમ અને બીજું ટ્રાયલ સફળ રહ્યાનું ઝાયડસ તરફથી કહેવામાં આવ્યું છે.આ બંને ટ્રાયલમાં ઝાયડસ કેડિલાએ બનાવેલી પ્લાઝમીડ ડીએનએ વેક્સીનથી ધાર્યા પરિણામો મળ્યાનો દાવો કર્યો છે. ઝાયડસ દ્વારા કેહવામાં આવ્યું કે, પ્રથમ અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેકસીનની કોઈ આડઅસર જાેવા નથી મળી, વેક્સીન સુરક્ષિત રીતે અસર કરી છે. પહેલા અને બીજા ટ્રાયલમાં ZyCov-D વેક્સીનથી લોકોની ઇમ્યુનિટી વધી છે અને કોઈ આડઅસર જાેવા મળી નથી. ZyCov-D વેક્સીનના ત્રીજા ફેઝનું પરીક્ષણ ૩૦,૦૦૦ વોલેન્ટિયર્સ પર કરાશે. ZyCov-D વેક્સીન બીજા ફેઝમાં ૧૦૦૦ જેટલા વોલેન્ટિયર્સને અપાઈ હતી.