પુલવામામાં ૩૦ વર્ષ પછી મંદિર ખુલ્યું


જમ્મુ કાશ્મીર:જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં એક ગામમાં અંદાજે ત્રીસ વર્ષ પછી એક મંદિર ખુલ્યું છે. કાશ્મીરી પંડિતોએ મુર્રાન ગામમાં બરારીમાં આવેલા મંદિરમાં આજે ખાસ પાર્થના કરી છે. મુર્રાન ગામના પંડિત અને મુસ્લિમ સમુદાયના સભ્યોએ ત્રણ દાયદાથી વધુ સમય પછી મંદિરના દ્વાર ખોલ્યા અને વિશેષ પ્રાર્થના કરી અને પ્રસાદ વહેંચ્યો હતો. મંદિર ખુલવાથી ગામના પંડિતો ખૂબ જ ખુશ હતા. બંને સમુદાયોએ મળીને હવન કર્યો હતો. પંડિતોએ મીડિયાને જણાવ્યું કે મુર્રાન ગામમાં પરંપરા છે કે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોના સભ્યો ભેગા થઈને આ પ્રસંગની ઉજવણી કરે છે.પંડિતોએ કહ્યું અમે ઘણા સમય પછી અમારા પંડિત ભાઈઓ સાથે અહીં ભેગા થયા છીએ. અમે અમારી ધાર્મિક માન્યતાઓ મુજબ હવન કરીએ છીએ અને અહીં મુસ્લિમો હંમેશા તેમની સાથે ખભે ખભા મિલાવીને ચાલતા આવ્યા છે. ૧૯૮૯માં ગામ છોડીને ભાગી ગયેલા પંડિતોની મિલકતો સલામત છે અને તે જ હાલતમાં છે. જ્યારે તેઓએ હવનમાં હાજરી આપી ત્યારે ગામના મુસ્લિમોએ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું અને દાયકાઓ પછી એક સાથે ધાર્મિક પ્રસંગો ઉજવવાનું જૂનું વાતાવરણ ગામમાં જાેવા મળ્યું હતું.પુલવામા હંમેશાથી આતંકવાદનો ગઢ રહ્યો છે. અવારનવાર આતંકવાદ સાથે જાેડાયેલા સમાચાર અહીંથી આવે છે. મંગળવારે પુલવામામાં બે વિસ્ફોટક ઉપકરણોની પુનઃપ્રાપ્તિના સંબંધમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ ઓવર ગ્રાઉન્ડ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ છ કિલોગ્રામ વજનનું વિસ્ફોટક ઉપકરણ રવિવારે મળી આવ્યું હતું અને તેને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૩ જૂને ન્ી્‌ કમાન્ડર રિયાઝ ડાર અને તેના સહયોગી રઈસ ડારના મૃત્યુ પછી વધુ તપાસ દરમિયાન, પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓના ઓવર ગ્રાઉન્ડ વર્કર નેટવર્કમાંથી વિસ્ફોટકો જપ્ત કર્યા છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓને આશ્રય અને લોજિસ્ટિક સપોર્ટ આપવા બદલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution