‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’ફિલ્મની ટીમ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ’ નામથી વેબસિરીઝ લાવશે

પેરેલલ સિનેમાના પ્રસંશકોમાં ‘ગેંગ્ઝ ઓફ વાસેપુર’ ફિલ્મ કલ્ટ ફિલ્મ તરીકે ઓળખાય છે. તેના બંને ભાગના કલાકારોનો અભિનય તો લોકના મનમાં વસી જ ગયો છે, સાથે એવા ઘણા ડાયલોગ્ઝ છે જે ફિલ્મની રિલીઝના દસ વર્ષ પછી પણ તેના ફૅન્સને શબ્દસહ યાદ છે અને તેના મીમ્સ પણ ખૂબ બને છે. હવે આ ફિલ્મો રીરિલીઝ કરવામાં આવી રહી છે. સાથે જ તેના ફૅન્સ માટે અન્ય એક ખુશીના સમાચાર એવા છે કે તેની ટીમ દ્વારા એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે, જેને હાલ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ’ નામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી. હવે જ્યારે ગેંગ્સ ઓફ વાસેપુરના મેકર્સ જ્યારે આ સિરીઝ બનાવી રહ્યા છે, તો ફૅન્સ ખરા ઇન્ડ્યિન ગેંગ્સ્ટર ડ્રામા ફરી જાેવા મળે તેની આશા રાખી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution