અફઘાનિસ્તાન નો ઝંડો ફરકાવ્યો તો તાલીબાનો એ 2 લોકોને ગોળી મારીને હત્યા કરી

કાબુલ-

કાબુલ પર કબ્જો કર્યા બાદ હવે તાલિબાન આખા અફઘાનિસ્તાનમાં પોતાનો રૌફ જમાવી રહ્યું છે.આ દરમિયાન તે કેટલાક અફઘાન નાગરિકોના વિરોધ નો પણ સામનો કરી રહ્યા છે. તાલિબાનોએ અફઘાન ધ્વજ ફરકાવવા બદલ બે લોકોને ગોળી મારીને પતાવી દીધા છે. આ સિવાય હવે અફઘાન સેના અને સરકારના ઘૂંટણિયે પડ્યા બાદ અફઘાન નાગરિકોએ તાલિબાન સામે અવાજ ઉઠાવવાની જવાબદારી ઉપાડી છે.

મળતી માહિતી મુજબ અફઘાન નાગરિકોએ જલાલાબાદની સડકો પર ધ્વજ સાથે કૂચ કાઢી હતી. પરંતુ તેમને તાલિબાનના કબજાવાળા વિસ્તારમાં આવું કરવું ભારે પડ્યું. આ પછી, તાલિબાનોએ નાગરિકો પર ગોળીબાર શરૂ કર્યો. આ ફાયરિંગમાં બે અફઘાન નાગરિકોના મોત થયા છે. ટોલો ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે રાષ્ટ્રપતિ અશરફ ગનીની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ પોલીસને અપીલ કરી છે. આ ઉપરાંત હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમૂદ ફઝલીને પણ કસ્ટડીમાં લેવા માટે કહેવામાં આવ્યું છે, આ ત્રણ નેતાઓ પર અફઘાન લોકોના પૈસા લૂંટ્યા બાદ ભાગી જવાનો આરોપ છે. હવે દૂતાવાસ આ નેતાઓની ધરપકડ કરીને તેમની પાસેથી રકમ વસૂલવા માંગે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution