દિલ્હી-
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ શરિયત કાયદાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તાલિબાને ખરેખર સાચી રીતે શરિયત કાયદાને લાગુ કરવો જાેઇએ કે જેમાં દરેકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. બીજી તરફ તાલિબાનો ભલે ગમે તેટલા વચનો આપે પરંતુ દુનિયા તે માને તેમ નથી. પહેલી વાત તેમણે વિદેશ મંત્રાલય સ્થાપ્યું છે. પાકિસ્તાન કે ચીન સિવાય કયો દેશ તેની સાથે સંબંધ રાખવા તૈયાર થશે ? અફઘાનિસ્તાન સાથે, લાંબી સરહદો ધરાવતાં ઇરાનને તેનું દૂતાવાસ કાર્યરત કરવા સિવાય અન્ય માર્ગ નથી. તેથી તે તાલિબાન સરકાર સાથે સંબંધ રાખે. રશિયા, બે ગણતરીએ સંબંધ રાખે તે સંભાવના છે.
એક તો અખંડ સોવિયેત સંઘના સમયમાં તેની સાથે રહેલાં રાષ્ટ્રો છૂટા પડી ગયા પછી પણ તેને રચેલા કોમનવેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસનાં રાજ્યો ઉપર તાલિબાની પંજાે ન પડે તે માટે અને બીજું ત્યાં ઘૂસી જઈ ચીન સર્વેસર્વા ન બની રહે તે જાેવા માટે પણ રશિયા તાલિબાન સરકાર સાથે સંબંધ રાખે. બાકી શું અમેરિકા, શું ઇંગ્લેન્ડ, કે શું ફ્રાન્સ તેની સાથે સંબંધ રાખશે ? ભારતની તો વાત જ છોડો. તાલિબાનોએ તો જાહેર કરી જ દીધું છે કે હવે કાશ્મીરનો વારો છે. તે સંયોગોમાં ભારત તેની સાથે સંબંધ રાખી શકે ? અરે ! ઇસ્લામ ધર્મ જ્યાં ઉદભવ્યો તેવા સઉદી અરેબીયાએ પણ હજી સુધી કોઈ નિર્દેશો આપ્યા નથી કે તે કટ્ટર ઇસ્લામવાદી તાલિબાનો સાથે સંબંધ રાખશે.અફઘાનિસ્તાન સરકારમાં કેબિનેટની રચના સાથે તાલિબાનોએ જાહેર કરી દીધું છે કે હવેથી અફઘાનિસ્તાનમાં શરીયા કાનૂન પ્રમાણે શાસન ચલાવવામાં આવશે. આ સાથે તાલિબાને કહ્યું કે કોઈએ ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. અમારૂં પહેલું ધ્યેય, દેશની મુશ્કેલીઓ, કાનૂની રીતે ઉકેલવાનું છે. તેમણે તેમ પણ કહ્યું કે, છેલ્લા બે વર્ષથી અમે જે સંઘર્ષ કર્યો છે તેના બે હેતુઓ હતા. એક તો વિદેશી સત્તામાંથી દેશને મુક્ત કરવો અને બીજું દેશમાં ઇસ્લામિક શાસન પદ્ધતિ લાગુ કરવી. આ હેતુઓ સિદ્ધ કરવા માટે હવેથી અફઘાનિસ્તાનમાં સરકાર શરીયા કાનૂન પ્રમાણે ચલાવાશે અને લોકોએ પણ તે પ્રમાણે ચાલવું પડશે.' આ સાથે તાલિબાન પ્રવકતાએ જણાવ્યું હતું કે, તેમની સરકાર દેશમાં શાંતિ સ્થાપવા માગે છે. થોડા સમયમાં જ બધું ઠીક-ઠાક થઈ જશે. આથી મારી લોકોને અપીલ છે કે તેઓ અફઘાનિસ્તાન ન છોડે સાથે વિદેશીને પણ કહ્યું હતું કે તેમણે તેમના દૂતાવાસો ફરી કાર્યરત કરી દેવા.