ગાંધીનગર-
મુખ્યમંત્રી દ્વારા વિવિધ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને શહેરોના વિકાસ કામો માટે જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ, ભાવનગર, સુરત, વદોદરા, જૂનાગઢ, રાજકોટ અને જામનગરના કમિશનરશ્રીઓ દ્વારા શહેરોના વર્તમાન વિકાસ કામો અને આગામી વિકાસ કામોના વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, શહેરી વિકાસ વિભાગના ACS શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવશ્રી લોચન શહેરા, મ્યુનિસિપલ એડમિનિસેટરશ્રી રાજકુમાર બેનિવાલ સહિત ઉચ્ચ શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.