અબજાેપતિઓમાં ભારત દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાના વલણ પાછળ સિસ્ટમ કારણભુત

લોકો ભારત છોડી રહ્યા છે. તેના બદલે કહો કે લોકો ભારત છોડીને ભાગી રહ્યા છે. કેન્દ્ર સરકાર દરરોજ દાવો કરી રહી છે કે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે, વિશ્વ ભારત તરફ આશાભરી નજરે જાેઈ રહ્યું છે, ભારત પાંચમી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે, વગેરે.પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત ત્રીજાે કમનસીબ દેશ છે જ્યાંથી દેશવાસીઓ સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે. ચીન નંબર વન પર છે. આ જ ક્રમ અબજાેપતિઓના દેશ છોડવાના મામલામાં જાેવા મળે છે.

મોદી ૨.૦માં, તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે દેશને કહ્યું હતું કે ૨૦૧૫થી ૨૦૨૧ની વચ્ચે લગભગ ૮ લાખ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. જાે આપણે મોદી ૩.૦માં લોકસભામાં વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ દ્વારા આપવામાં આવેલા અપડેટને અગાઉના અહેવાલ સાથે જાેડીએ તો ૨૦૧૫થી ૨૦૨૩ વચ્ચેના ૯ વર્ષમાં ૧૨,૩૯,૧૧૧ લોકોએ દેશ છોડી દીધો છે. મતલબ કે દરરોજ ૩૭૭થી વધુ લોકો દેશ છોડી રહ્યા છે. બે વર્ષ પહેલા આ સરેરાશ ૩૫૦ હતી.

ન્યૂઝ વર્લ્ડ હેલ્થ અને ન્ૈર્ંં ગ્લોબલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૦૦થી ૨૦૧૪ વચ્ચેના ૧૪ વર્ષમાં ૬૧ હજાર ભારતીય કરોડપતિઓએ બીજા દેશની નાગરિકતા લીધી હતી. ભારતમાં લગભગ ૩.૫૭ લાખ કરોડપતિ છે. જાે ૧ મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા લોકોની વાત કરીએ તો ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે આવા ૨૯ હજાર ભારતીયોએ દેશ છોડી દીધો હતો. જાેકે આ રીતનો ઘટનાક્રમ વિશ્વવ્યાપી છે. વિશ્વભરમાં ૧.૨૮ લાખ અમીર લોકો ૨૦૨૪માં તેમના દેશમાંથી સ્થળાંતર કરી શકે છે. એક વર્ષ પહેલા આ આંકડો ૧.૨૦ લાખ હતો. વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ચીનમાંથી ધનિકોની હિજરત પણ મોટાપાયે થઈ રહી છે.

રાજકીય સ્વતંત્રતા અને વ્યવસાયિક ભાવિની સાથે, સમૃદ્ધ લોકો પણ આરામદાયક જીવનની ખાતરી મેળવવા માંગે છે. સરહદી તણાવ, યુદ્ધની સ્થિતિ, યુદ્ધનો ભય, આતંકવાદ, રાજકીય અસ્થિરતા, સમુદાયનો અસંતોષ, કોમવાદ, વંશીય ભેદભાવ જેવા પરિબળોથી વિદેશગમન માટે ધનિકો પ્રેરિત થાય છે.

આ લોકો ભારત છોડે છે તે નંબર એક કારણ સલામતી અને સુરક્ષા છે. આ પરિબળ વ્યક્તિગત, કૌટુંબિક અને નાણાકીય ક્ષેત્રોમાં પણ જાેવા મળે છે. દેશ છોડવાનું બીજું એક મોટું કારણ નાણાકીય ચિંતાઓ છે. કેટલાક લોકો ટેક્સથી બચવા દેશ છોડીને પણ જઈ રહ્યા છે. તે જ સમયે, લોકો નિવૃત્તિ પછી, આરામદાયક જીવન તરફ આકર્ષિત થઈને ભારતની બહાર જઈ રહ્યા છે. વેપાર અને વ્યવસાયની તકોના ભાવિને કારણે દેશ છોડીને જતા લોકોની સંખ્યા વધી રહી છે. આવા લોકો મધ્યમ વયના હોય છે.

વિદેશમાં સ્થાયી થવાનો ર્નિણય મોટાભાગે એવા લોકો દ્વારા લેવામાં આવે છે જેઓ તેમની નોકરીને કારણે એકવાર વિદેશ જાય છે અને ત્યાં જીવનનો સંઘર્ષ ઓછો જાેવા મળે છે. લોકો ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલી અને જીવનધોરણનું કારણ આપીને દેશ છોડી રહ્યા છે. એ જાણવું પણ રસપ્રદ છે કે ભારતના લોકોનું મનપસંદ સ્થળ કયું છે? ઇસ્લામિક દેશ યુ.એ.ઈ. માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે અબજાેપતિઓનો પ્રિય દેશ છે. હેનલી એન્ડ પાર્ટનર્સના રિપોર્ટ અનુસાર, ૨૦૨૪માં ૬૭૦૦ લોકો યુ.એ.ઈ.માં સ્થાયી થઈ શકે છે. આ યાદીમાં અમેરિકા, સિંગાપુર, કેનેડા અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. ભારત છોડીને ભારતમાં સ્થાયી થવાના ઉંચા આંક માટે ભ્રષ્ટાચાર, કરનો બોજ, આરોગ્ય સુવિધાઓનો અભાવ, મુશ્કેલ જીવન વગેરે મુખ્ય કારણો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution