દિલ્હી-
પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં બબીતા ની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી મુનમુન દત્તા પર ધરપકડની તલવાર લટકી રહી છે. અહેવાલો અનુસાર, તેની ધરપકડ હવે ગમે ત્યારે થઇ શકે છે.
વાત એમ છે કે, મુનમુન દત્તાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણી કહે છે કે, " મારે યુ-ટ્યુબ પર આવવુ છે અને તેથી મારે સારું દેખાવું છે. તેમના (જાતિસૂચક શબ્દ) જેવા દેખાવા નહીં. આ પછી તેની ધરપકડની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી હતી અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. આ સાથે, ત્યારથી દેશના જુદા જુદા ભાગોમાં તેમનો વિરોધ શરૂ થયો. જે બાદ મુનમુને આ વીડિયોને તેના સોશ્યલ મીડિયાથી હટાવી લીધો અને માફી માંગતા નિવેદન જારી કર્યું. મુનમુને 10 મેના રોજ ટ્વિટર પર એક નિવેદન જારી કરીને લખ્યુ છે કે -" તેમને આ શબ્દનો સાચો અર્થ ખબર નથી. આ કારણોસર, તેઓએ તેનો ઉપયોગ કર્યો. તેનો હેતુ કોઈને નારાજ કરવાનો નહોતો. જેની લાગણી દુભાય છે, તે બધાની તે માફી માંગે છે."
પરંતુ મુનમુનની માફી પછી પણ આ મામલો શાંત થવાનુ નામ નથી લઈ રહ્યો. હવે દલિત માનવાધિકાર માટેના રાષ્ટ્રીય જોડાણના સંયોજક રજત કલસને, મુનમુન દત્તા વિરુદ્ધ હિસારના હાઁસીમાં એસસી / એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જો કે મુનમુન પાસે માફી માંગ્યા બાદ હવે ઘણા લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા છે અને જ્યારે મુનમુને માફી માંગી છે ત્યારે, આ પગલું કેમ લેવામાં આવે છે તેવ સવાલ પૂછવામાં આવી રહ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો મુજબ મુનમૂન ની હવે ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.