વડા પ્રધાન મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્ય ઠેરવવાના નિર્દેશોની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી

વડા પ્રધાન મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્ય ઠેરવવાના નિર્દેશોની માંગ કરતી અરજી સુપ્રીમે ફગાવી


નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને છ વર્ષ માટે ચૂંટણીમાંથી અયોગ્ય ઠેરવવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે અરજી પર વિચાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પિટિશનમાં પીએમ મોદીને કલમ 32 હેઠળ 6 વર્ષ માટે અયોગ્ય ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાના વકીલને કહ્યું હતું બંધારણના 32 મુજબ આવી અરજી સીધી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાતી નથી. આ માટે સૌપ્રથમ સંબંધિત અધિકારીઓ પાસે જવું જોઈએ. બેન્ચે કહ્યું કે તે અરજી પાછી ખેંચી શકે છે. આના પર, અરજદારના વકીલે કહ્યું કે ECI સમક્ષ ફરિયાદ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ. પરંતુ કોર્ટે તે છૂટ પણ ન આપી અને તેને ફગાવી દીધી, દિલ્હી સ્થિત અરજદાર ફાતિમાએ કહ્યું કે ECI વડા પ્રધાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહી નથી, તેથી તેને સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની ફરજ પડી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએમ મોદીએ "માત્ર હિંદુ અને શીખ દેવી-દેવતાઓ અને તેમના ધર્મસ્થાનોના નામ પર મત માંગ્યા નથી, પરંતુ વિરોધી રાજકીય પક્ષો સામે મુસ્લિમોની તરફેણ કરતી ટિપ્પણીઓ પણ કરી છે." કે આ પહેલા એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે પણ આવી જ એક અરજી ફગાવી દીધી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution