ઐઝવાલ-
મિઝોરમમાં બાંગ્લાદેશની બોર્ડર નજીક આવેલા લુંગસેન ગામમાં ૧૨૫ ડુક્કરનાં મોત થવાથી ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં આફ્રિકન સ્વાઈન ફીવર નાં કારણે ડુક્કરનાં મોત થયાંનું જાણવા મળ્યું છે. ૨૧ માર્ચથી અત્યાર સુધીમાં ૧૨૫ ડુક્કરનાં મોતથી સત્તાવાળાઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. લુંગસેન ગામ લુંગલેઈ શહેરથી ૩૯ કિ.મી દૂર આવ્યું છે. મૃત્યુ પામેલા ડુક્કરનાં સેમ્પલ્સની કોલેજ ઓફ વેટરિનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી ખાતે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. જેમાં જાેઈન્ટ ડિરેકટર (લાઈવ સ્ટોક હેલ્થ)નાં ડો. લાલમિંગથાંગે જણાવ્યું, ડુક્કરનાં મૃત્યુ માટે આફ્રિકન સ્વાઈન ફીવર જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મિઝોરમ આસામ બોર્ડર પર મામિત જિલ્લામાં થિંગલુન ગામ ખાતે ૧૨ ડુક્કરોનાં મોત થયાં છે. તપાસ માટે ત્યાં વેટરનરી ટીમ મોકલવામાં આવી છે. ડુક્કરનાં ટિસ્યૂ અને બ્લડ સેમ્પલ્સને વધુ તપાસ માટે ઈન્સ્ટિટયૂટ ઓફ હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીસ (દ્ગૈંૐજીછડ્ઢ) ભોપાલ ખાતે મોકલવામાં આવ્યાં છે. જાે કે ક્લાસિકલ સ્વાઈન ફ્લૂ તેમજ પોર્સાઈન રિપ્રોડક્ટિવ એન્ડ રેસ્પિરેટરી સિન્ડ્રોમ નહીં હોવાનું જણાયું છે.