એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને ફતેગંજ રોડ સ્થિત પોસ્ટ ઓફિસ સામે આવેલ ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રહેતો મૂળ પોરબંદર તાલુકાના રાતીયા ગામનાં ૧૮ વર્ષનો વિદ્યાર્થીએ રહસ્ય સંજાેગોમાં હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. તેના રૂમ પાર્ટનર કોલેજથી પરત રૂમ આવ્યા ત્યારે વનરાજ રાતીયા આપધાત કરેલ હાલતમાં જાેવા મળ્યો હતો. આપઘાતના બનાવની જાણ ફતેગંજ પોલીસ ને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.બનાવ સ્થળેથી પોલીસને સુસાઈડ નોટસ તથા મોબાઈલ મળી આવતાં જે કબજે કર્યા છે.
માહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર એમ એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પોરબંદર જિલ્લામાં નાં રાતીયા ગામે રહેતો વનરાજ મૂળજીભાઈ રાતીયા ઉંમર વર્ષ ૧૮ પ્રવેશ મેળવ્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસની સામે ની ડાયમંડ જ્યુબેલી હોસ્ટેલમાં રહેતો. હોસ્ટેલની રૂમ નંબર ૨૨ માં તેના જ ગામના આજુબાજુના બે વિદ્યાર્થીઓ પણ સાથે રહેતા હતા. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.
વનરાજ રાતીયા બે મહિના અગાઉ જ હોસ્ટેલ માં રહેવા આવ્યો હતો.ગઈકાલે તે કોઈ કારણસર કોલેજ ગયો ન હતો.જયારે તેની રૂમમાં રહેતા અન્ય બે વિદ્યાર્થીઓ કોલેજમાં ગયા હતા. સાંજે કોલેજ છૂટ્યા પછી બંને રૂમ પાર્ટનર રૂમ પર આવ્યા ત્યારે રૂમનો દરવાજાે અડકાવેલો હતો. તેઓએ અંદર જઈને જાેયું તો વનરાજે પંખા પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો.
આ અંગે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવતા વોર્ડને ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ફતેગંજ પોલીસે સ્થળ પર જઈ મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આપઘાતનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ વનરાજે લખેલી એક અંતિમ ચિઠ્ઠી પોલીસને મળી છે. જેમાં તેણે માતા પિતા ના મોબાઈલ નંબર તેમજ ગુડ બાય ઓલ ઓફ યુ એવું લખ્યું હતું.પોલીસે તેના પરિવારજનોને વતનમાં જાણ કરી છે તેમના પરિવારજનો વડોદરા આવી પહોંચ્યા હતા. પોલીસને મૃતકનો મોબાઇલ ફોન પણ મળ્યો છે પરંતુ તે ફોન પેટર્ન થી લોક કરેલો હોય ખુલી શક્યો નથી મોબાઇલ ફોન નું લોક ખોલવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે. મોબાઇલનું લોક ખુલ્યા પછી જાણવા મળશે કે તેણે કોઈ મેસેજ કે કોલ કર્યો છે કે કેમ ? છેલ્લે તેણે કોની સાથે વાત કરી તે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ભારે હૈયે પિતાએ કહ્યું - પુત્રએ કોઈપણ પ્રકારની તકલીફ કે મૂંઝવણ જણાવી નથી
મૃતક વિધાર્થી ના પિતા સાથે ની વાત ચીત માં જણાવ્યું હતું કે...બે પૂત્રો પૈકી વનરાજ મોટો પૂત્ર હતો. ભણવામાં હોશિયાર હતો.તે ૯૫ ટકાએ પાસ થયો હતો.સારા ટકા ને લીધે તેને વડોદરા એમ એસ યુનિવર્સિટી માં એડમિશન લીધું હતું.તેની સાથે અમારાં ઞામની આજુબાજુ ના છોકરા ઓ રહેતા હતા. તેને આ પગલું ભરતાં પહેલાં કોઈ પણ પ્રકારની તકલીફ તેની મુંઝવણ જણાવી ન હતી. કે કોઈ ફોન પણ કર્યો ન હતો.