આ સેલ્ફીમાં છુપાયેલી છે બાંગ્લાદેશની અરાજકતાની કહાની!

તમને યાદ હશે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં ય્૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાભરના દેશો આવવાના હતા. દિલ્હીમાં તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી હતી. અને ભારત પહોંચનાર પ્રથમ રાજ્યના વડા શેખ હસીના હતા. ભારતે તેમને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. જ્યારે ય્૨૦ સમિટ શરૂ થઈ ત્યારે શેખ હસીનાએ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ બાદ હસીના અને બિડેને સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીમાં શેખ હસીનાની દીકરી પણ દેખાઈ રહી હતી.

આ સેલ્ફી શેખ હસીના માટે જીવનરક્ષક સમાન હતી. હકીકતમાં શેખ હસીના ચૂંટણીને લઈને લાંબા સમયથી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના વિરોધનો સામનો કરી રહી હતી. બીએનપી એક એવી પાર્ટી છે જે મૂળભૂત રીતે દક્ષિણપંથી છે.

આ સેલ્ફી લેવામાં આવી ત્યાં સુધી બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે અમેરિકાની નજીક કોણ છે? શેખ હસીનાની અવામી લીગ (એએલ) અથવા બીએનપી. વાસ્તવમાં બાંગ્લાદેશમાં વર્ષ ૨૦૨૪માં સામાન્ય ચૂંટણી થવાની હતી. તે પહેલા જ અમેરિકા કહી રહ્યું હતું કે તે બાંગ્લાદેશમાં 'ફ્રી એન્ડ ફેયર ઇલેક્શન'ને લઈને ચિંતિત છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ સૌથી પહેલું કામ બાંગ્લાદેશની આરએબી - એટલે કે રેપિડ એક્શન બટાલિયન પર પ્રતિબંધ લાદવાનું કામ કર્યું હતું. વર્ષ ૨૦૨૧ની વાત છે. આરએબી એ બાંગ્લાદેશનું સૌથી ચુનંદા દળ (એલિટ ફોર્સ) છે, જે આતંકવાદ વિરોધી કામગીરી કરી રહ્યું છે.

આ આરએબીએ ઘણી એવી ઘટનાઓમાં ભારત વિરોધી એજન્ડા પર કામ કરતા ઉગ્રવાદી સંગઠનોને ખતમ કર્યા હતા, પરંતુ આ આરએબી પર એવા પણ આરોપ લાગ્યા છે કે તેણે દિનદહાડે લોકોને ગાયબ કરી દીધાં છે! કોઈ પણ જાતની પૂછપરછ વગર લોકોને પતાવી પણ દીધાં છે! એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ તમામ કાર્યવાહી શેખ હસીનાના કહેવા પર કરવામાં આવી રહી છે.

જાે કે, અમેરિકા દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી, આરએબીની પ્રવૃત્તિમાં થોડો ઘટાડો થયો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૩માં શેખ હસીના સાથે સેલ્ફી લીધા બાદ અમેરિકાએ બીજું કાર્ડ ફેંક્યું હતું. તેણે બાંગ્લાદેશના કેટલાક વર્ગના લોકો પર વિઝા પ્રતિબંધ લાદવાનું શરૂ કર્યું હતું. કારણ એક જ - ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ હોવી જાેઈએ. જે લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં શાસક પક્ષ, સરકાર અને વિપક્ષના નેતાઓનો સમાવેશ થાય છે.

અલબત્ત, અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે - જે સમયે અમેરિકા પ્રતિબંધ લાદી રહ્યું હતું તે સમયે શેખ હસીના પોતે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકામાં હતાં. તેઓએ આ મામલે કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો.

સવાલ એ હતો કે - અમેરિકા બાંગ્લાદેશની ચૂંટણીને લઈને આટલું ચિંતિત કેમ હતું? તેની પાછળ મુખ્ય કર ત્રણ ચોરસ કિલોમીટરનો દરિયાઈ ટાપુ છે! આ નાનો ટાપુ બંગાળની ખાડીમાં આવેલો છે અને સત્તાવાર રીતે બાંગ્લાદેશની મિલકત છે. આ ટાપુનું નામ છે - સેન્ટ માર્ટિન આઇલેન્ડ. કહાની આખી આ ટાપુને લઈને છે!

બધા જ જાણે છે કે બાંગ્લાદેશની બાજુમાં મ્યાનમારમાં લાંબા સમયથી સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. મ્યાનમારનું અંતર આ સેન્ટ માર્ટિન આઇલેન્ડથી માત્ર આઠ કિલોમીટર છે અને મ્યાનમાર પણ આ ટાપુને લઈને એ જ બબાલમાં પડ્યું છે, જેવું ચીન લદ્દાખ કે અરુણાચલને લઈને કરે છે. મ્યાનમાર ઘણીવાર આ ટાપુને તેના સત્તાવાર નકશામાં બતાવે છે, જાણે આ ટાપુ મ્યાનમારની મિલકત હોય!

બાંગ્લાદેશ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય અદાલત અને પરસ્પર વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ વર્ષ ૨૦૨૩થી પરિસ્થિતિ અસામાન્ય બની ગઈ છે. મ્યાનમારે આ ટાપુ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ટાપુ પર જતી બોટો પર શેલ છોડવા લાગ્યા હતા. તેથી, બાંગ્લાદેશે આ ટાપુ પર બોટ અને એરોપ્લેન મોકલવાનું જાેખમ ખેડવાનું ઓછું કરી દીધું હતું. પરિણામે આ ટાપુ પર ખાદ્ય પદાર્થોની સમસ્યા ઊભી થઈ ગઈ હતી.

આ ટાપુ પર બાંગ્લાદેશ મ્યાનમાર સામેં લડી રહ્યું હતું, ત્યારે અમેરિકાની નજર પણ આ ટાપુ ગઈ હતી. એ બંનેની લડાઈમાં ફાયદો ઉઠાવવા માગતું હતું. અમેરિકાએ બાંગ્લાદેશ પર દબાણ લાવવાનું શરૂ કર્યું કે તે આ ટાપુ અમેરિકાને સોંપી દે, જેના પર તે અંકલસેમ એક સૈન્ય બેઝ ઊભો કરી દે. આમ પણ ગામ આંખના કાકાને આવી વિવાદાસ્પદ જમીનોમાં ખુબ રસ હોય જ છે.

અમેરિકાની આ નવી માગ નહોતી. બાંગ્લાદેશ જ્યારે પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે જનરલ અયુબ ખાન સામે એવો વિરોધ થયો હતો કે તેણે સેન્ટ માર્ટિન્સ ટાપુ અમેરિકા પાસે ગીરો રાખ્યો હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદી બાદ ત્રણ-ચાર વખત એવા અહેવાલો આવ્યા હતા કે અમેરિકા આ ટાપુ પર બેઝ બનાવવા માગે છે.

વર્ષ ૨૦૦૧માં પત્રકારોને સંબોધિત કરતી વખતે શેખ હસીનાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે- હું જાણું છું કે બીએનપી કેવી રીતે સત્તામાં આવ્યું હતું. તેઓએ ભારતને તેલ વેચ્યું હતું અને અમેરિકાને જમીન વેચી હતી. જાે તેઓ સરકાર બનાવશે તો સેન્ટ માર્ટિન આઇલેન્ડ અમેરિકાને વેચી દેશે. બિડેન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અમેરિકાએ ફરીથી બાંગ્લાદેશમાં રસ દાખવ્યો હતો. ટાપુ પર લશ્કરી બેઝ ઊભો કરવાના અહેવાલો ફરી વહેતા થયાં હતા.

અલબત્ત, આ અહેવાલો બહાર ન આવ્યા હોત, જાે શેખ હસીનાએ મે-૨૦૨૪માં એવો સંકેત ન આપ્યો હોત! તેને કહ્યું - ગોરી ચામડીવાળા લોકો એરબેઝ અને એરસ્ટ્રીપ્સ માગી રહ્યા છે. વાસ્તવમાં તેઓ બાંગ્લાદેશ અને મ્યાનમારના કેટલાક ભાગો પર કબજાે કરીને એક ખ્રિસ્તી રાજ્ય બનાવવા માગે છે. તેઓ આમાં ક્યારેય સફળ નહીં થાય. ખ્રિસ્તી રાજ્યની વાત બાંગ્લાદેશમાં ઝેરીલા તીરની જેમ આખા દેશને ખૂંપી હતી.

હવે એ સમજીએ કે - અમેરિકાએ આવી માગ કેમ કરી?

વાસ્તવમાં શેખ હસીનાની સરકાર ચાલાકીની રમત રમી રહી હતી. તેણીએ અમેરિકા સાથે સહકારની વાત કરી, પરંતુ સામે ચીનના રોકાણને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. તે ભારતના સહિષ્ણુ હોવાના ગુણગાન ગાતી હતી, પણ સાથે ચીનને દેશમાં બંદર બનાવવા મદદ કરતી હતી. ટૂંકમાં બધાને રમાડતી હતી.

દક્ષિણ એશિયામાં ભારત માટે બાંગ્લાદેશ એકમાત્ર એવો દેશ હતો, જેની સાથે તેના સારા સંબંધો હતા. જાે કે, દક્ષિણ એશિયામાં ચીનના વધતા દબાણને અમેરિકા પચાવી શક્યું ન હતું. તેથી તેણે ત્યાં વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને અહીં ટાપુની માગણી કરી હતી.

એવું કહેવાય છે કે અમેરિકાએ કહ્યું હતું કે જાે હસીના સરકાર આર્મી બેઝ બનાવવાની મંજૂરી આપશે તો તે તેમને સત્તામાં રહેવામાં મદદ કરશે. હસીનાની સરકાર બચી ગઈ હોત અને અમેરિકા દક્ષિણ એશિયામાં વધુ મોટું કદ જાળવી શક્યું હોત, પરંતુ હસીનાએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે - અવામી લીગ આવું ક્યારેય નહીં કરે, પરંતુ જાે બીએનપીને સત્તા મળશે તો તેઓ આવું જ કરશે.

હસીનાએ પોતાના ઈશારામાં સ્પષ્ટ કહ્યું હતું કે બીએનપીની પાછળ અમેરિકા છે. જાે પોતે સહકાર નહીં આપે તો બીએનપી અને જમાતની મદદથી અમેરિકા સરકારને પછાડવાનું કામ કરશે, તેવા સંકેતો પણ આપવામાં આવ્યા હતા.

અને આ બધા વચ્ચે, કેટલીક કહાનીઓ સામે આવી હતી...

૧. યુએસ ગવર્મેન્ટ સેક્રેટરી ડોનાલ્ડ લુએ બાંગ્લાદેશની સતત ત્રણ મુલાકાત લીધી.

૨. છેલ્લી ટૂર મે મહિનામાં થઈ હતી, જેમાં બાંગ્લાદેશ ઉપરાંત ભારત અને શ્રીલંકાની પણ મુલાકાત લીધી હતી.

૩. ઝ્રૈંછએ બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવા માટે બે ઉગ્રવાદી સંગઠનો સાથે મળીને કામ કર્યું, એક – કુકી-ચીન નેશનલ ફ્રન્ટ (દ્ભદ્ગહ્લ) અને બે – યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ેંન્હ્લછ).

અને એક દિવસ સમાચાર આવ્યા કે અમેરિકાની વાત ન સાંભળનારાં અને ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવનારાં શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને પાગલ ટોળાઓ બાંગ્લાદેશના રસ્તાઓ પર ઉતરી પડ્યાં છે.

મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી..! બાકી તમે સમજદાર છો!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution