શેર બજાર અચાનક તૂટી પડ્યું ઃ સેન્સેક્સ ૧૪૦૦ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ૩ લાખ કરોડ સ્વાહા

મુંબઇ

સવારે મજબૂતીથી શરૂ થયેલું સ્થાનિક શેરબજાર શુક્રવારે મોટા ઘટાડા સાથે બંધ થયું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૭૩૨.૯૬ (૦.૯૮%) પોઈન્ટ ઘટીને ૭૩,૮૭૮.૧૫ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી ૧૭૨.૩૩ (૦.૭૬%) પોઇન્ટ લપસીને ૨૨,૪૭૫.૮૫ પર બંધ થયો હતો. શુક્રવારે સવારે મજબૂત દેખાઈ રહેલા સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉપરના સ્તરોથી સરકી ગયા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧૧૩૦ પોઈન્ટ ઘટીને ૭૩,૪૮૧ પર જ્યારે નિફ્ટી ૨૯૬ પોઈન્ટ ઘટીને ૨૨,૩૫૧ પર બંધ થયો હતો.

બજારમાં વેચવાલી દરમિયાન,બીએસઇના તમામ ૧૯ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થતા જાેવા મળ્યા હતા. બજારમાં વેચવાલીને કારણે બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. ૪૦૪.૪૮ લાખ કરોડ થઈ હતી. ભારતી એરટેલ, રિલાયન્સ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, નેસ્લે ઈન્ડિયા અને ટાટા મોટર્સના શેર બપોરના સત્રમાં ૩.૩૭% સુધી ઘટીને ટોપ લુઝર હતા. સેન્સેક્સમાં બજાજ ટિ્‌વન્સનો શેર ૧.૮ ટકા સુધી વધ્યો હતો. બજારની વધઘટ સાથે જાેડાયેલ ઈન્ડિયા વીઆઇએકસ ૧૧.૬% વધીને ૧૫.૦૧ના સ્તરે પહોંચ્યો.એ યાદ રહે કે શરૂઆતી કારોબારમાં શાનદાર તેજી બાદ શેર બજારએ અચાનક યૂ-ટર્ન લીધો. સેંસેક્સ આજે પોતાના હાઇ લેવલથી ૨ ટકા અથવા ૧૪૩૪ પોઇન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution