મુંબઈ-
વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત વચ્ચે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ હતી, પરંતુ શેર બજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ-નિફ્ટીએ ફરી એક વાર નવો રેકોર્ડ બનાવ્યો હતો. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 145.29 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 55,582.58ના સ્તર પર બંધ થયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 33.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,563.05ના સ્તર પર બંધ થયો છે. શેર બજારમાં આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેરની વાત કરીએ તો, ટાટા સ્ટિલ 3.95 ટકા, બજાજ ફાઈનાન્સ 3.58 ટકા, એમ એન્ડ એમ 2.65 ટકા, આઈઓસી 2.44 ટકા, બ્રિટેનિયા 2.12 ટકા ઉંચકાયા હતા. તો સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, મારૂતિ સુઝૂકી -2.50 ટકા, શ્રી સિમેન્ટ્સ -2.34 ટકા, પાવરગ્રિડ કોર્પ-2.19 ટકા, બજાજ ઓટો-2.02 ટકા, આઈશર મોટર્સ -2 ટકા ગગડ્યા છે. સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ હતી, પરંતુ આજે શેર બજાર મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 145.29 પોઈન્ટ (0.26 ટકા)ના વધારા સાથે 55,582.58ના સ્તર પર બંધ થયો છે. તો નિફ્ટી 33.95 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 16,563.05ના સ્તર પર બંધ થયો છે.