સ્ટાર્ટ અપમાં આ રાજ્યએ ગુજરાતને પછાડ્યું, ગુજરાત સરકીને પાંચમા નંબર પર પહોચ્યું



અત્યાર સુધી દેશમાં સ્ટાર્ટઅપમાં ગુજરાતનો ડંકો વાગતો હતો. પરંતું હવે એક રાજ્યએ સ્ટાર્ટ અપમાં ગુજરાતને પછાડ્યું છે. દેશમાં સ્ટાર્ટ અપ મામલામા ઉત્તર પ્રદેશે ગુજરાતને પાછળ છોડ્યુ છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંર્વધન વિભાગે આપેલી માહિતી અનુસાર, દેશમાં સ્ટાર્ટ અપની સંખ્યા ૧,૪૦,૮૦૩ થઈ છે. તેમાં ૨૫,૦૦૦ થી વધુ સ્ટાર્ટ અપ તો મહારાષ્ટ્રમાં છે, અને તે સૌથી ટોચ પર છે. બીજા નંબર પર ૧૫,૦૧૯ સ્ટાર્ટ અપ સાથે કર્ણાટક, ત્રીજા નંબર પર દિલ્હી ૧૪,૭૩૪ આંકડા સાથે, ચોથા નંબર પર ૧૩૨૯૯ સાથે ચોથા નંબર પર અને ગુજરાત ૧૧,૪૩૬ સાથે પાંચમા સ્થાન પર છે.

ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહી છે. દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને ૧.૪૦ લાખથી વધુ થઈ ગઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ છે. મહારાષ્ટ્ર ૨૫ હજાર (૨૫,૦૪૪) થી વધુ સ્ટાર્ટઅપ સાથે પ્રથમ સ્થાને છે. કર્ણાટક આ યાદીમાં ૧૫,૦૧૯ સ્ટાર્ટઅપ સાથે બીજા સ્થાને છે. દિલ્હી ત્રીજા સ્થાને છે, જ્યાં ૧૪,૭૩૪ સ્ટાર્ટઅપ્સ છે.

સ્ટાર્ટઅપ્સની આ યાદીમાં સૌથી ચોંકાવનારા આંકડા ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૧૩,૨૯૯ સ્ટાર્ટઅપ છે અને યુપી યાદીમાં ચોથા સ્થાને છે. બિઝનેસના મામલામાં મોખરે રહેલું ગુજરાત સ્ટાર્ટઅપના મામલે પણ યુપીથી પાછળ છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૧૧,૪૩૬ છે અને આ સાથે ગુજરાત સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ પાંચમા સ્થાને છે. આ માહિતી વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડ્ઢઁૈંૈં્‌) અનુસાર, ૩૦ જૂન સુધી ઈન્ક્યુબેટર્સે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ હેઠળ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૯૦.૫૨ કરોડ મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૩માં આ આંકડો ૧૮૬.૧૯ કરોડ રૂપિયા હતો. ગયા વર્ષે ૧૦૨૫ સ્ટાર્ટઅપ્સની સરખામણીએ આ વર્ષે ઇન્ક્યુબેટર્સે ૫૯૨ સ્ટાર્ટઅપ પસંદ કર્યા છે.

ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ર્ંદ્ગડ્ઢઝ્ર) પર ૫.૭ લાખથી વધુ વિક્રેતાઓ અને સેવા પ્રદાતાઓ છે. વાસ્તવમાં, ર્ંદ્ગડ્ઢઝ્ર નો ઉદ્દેશ્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક નેટવર્ક્‌સ પર માલ અને સેવાઓના વ્યવહારોના તમામ પાસાઓ માટે ખુલ્લા નેટવર્કને પ્રોત્સાહન આપવાનો છે. જાન્યુઆરી, ૨૦૨૩માં ૧,૦૦૦ કરતાં ઓછા વ્યવહારો હતા, તે જૂન, ૨૦૨૪માં વધીને ૯૯ લાખથી વધુ વ્યવહારો થઈ ગયા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution