ગુજરાતના 123 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે: કૃષિમંત્રી 

ગાંધીનગર

રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વના સમાચાર આપ્યાં છે. કૃષિમંત્રી આર.સી ફળદુએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 20 જિલ્લાનાં 123 તાલુતકામાં સહાયતા આપવાની છે. ભૂતકાળના વર્ષોમાં પણ ભાજપ સરકારને મદદ કરી જ છે. આ વર્ષે પણ નુસસાનગ્રસ્ત ખેડૂતોના પગમાં જોમ પુરવા માટે સરકારે 3700 કરો઼ડ રુપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે. તેમા ઘરાઘોરાણો પ્રમાણે ખેડૂતોને મદદ આપવામાં આવશે. 

કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધુ વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. પ્રતિહેક્ટર SDRFના ધોરણો પ્રમાણે 6800 મળવા પાત્ર હોય છે. રાજ્ય બજેટમાંથી 3200 ઉમરો કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે શરૂ કરાશે પાકની ખરીદી કરાશે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 2,16, 863 ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે.સાંભળો કૃષિમંત્રીએ ખેડૂતો માટે કેવી જાહેરાત કરી

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution