મહિલાઓની સુરક્ષા ઉપર જેટલો જલ્દી ર્નિણય આવશે તેટલો આત્મવિશ્વાસ વધશેઃ વડાપ્રધાન

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્‌ઘાટન કર્યું હતું આ અવસર પર, મોદી ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના ૭૫ વર્ષ પૂરા થવા પર પોસ્ટેજ સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું અને વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૩ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.આ ટ્રેનો મેરઠ અને લખનૌ, ચેન્નાઈ અને નાગરકોઈલ અને બેંગલુરુ અને મદુરાઈ વચ્ચે દોડશે. મેરઠ-લખનૌ વંદે ભારત ટ્રેન ૪૫૯ કિમીનું અંતર કાપીને મુરાદાબાદ, બરેલી અને આલમનગરમાં ઉભી રહેશે.

મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે આનાથી મહિલાઓમાં તેમની સુરક્ષા અંગે વિશ્વાસ વધશે. મોદીએ કહ્યું કે ન્યાયતંત્રને બંધારણની રક્ષક માનવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રએ આ જવાબદારી સારી રીતે નિભાવી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના ઉદ્‌ઘાટન સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ કે ન્યાયતંત્ર પ્રત્યે અવિશ્વાસ દર્શાવ્યો નથી. કટોકટી લાદવાની પ્રક્રિયાને ‘અંધકારમય’ સમયગાળો ગણાવતા વડા પ્રધાને કહ્યું કે ન્યાયતંત્રે મૂળભૂત અધિકારો જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર મોદીએ કહ્યું કે ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ કર્યું છે. કોલકાતામાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા અને થાણેની એક શાળામાં બે છોકરીઓની જાતીય સતામણીના કિસ્સાઓની પૃષ્ઠભૂમિમાં, તેમણે કહ્યું કે મહિલાઓ સામે અત્યાચાર અને બાળકોની સુરક્ષા એ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે, ‘મહિલાઓ સામેના અત્યાચારના મામલામાં જેટલો ઝડપી ન્યાય આપવામાં આવશે, તેટલી જ અડધી વસ્તી તેમની સુરક્ષાને લઈને વધુ વિશ્વાસુ હશે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા ફોજદારી ન્યાય પ્રણાલીમાં વધુ સારા સંકલનની ખાતરી કરો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કટોકટીના કાળા દિવસોમાં મૂળભૂત અધિકારો અને રાષ્ટ્રીય હિત સંબંધિત મુદ્દાઓ પર રાષ્ટ્રીય એકતા જાળવી રાખી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution