વોશ્ગિટંન-
લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનની ચાલબાજીને ફરી એકવાર ભારતીય સેનાના જવાનોએ નાકામ કરી દીધી છે. ચાર દિવસની અંદર ચીને 3 વખત ઘૂષણખોરીની કોશિશ કરી છે. પણ ભારતના તીખા તેવર જાેઈને ચીની સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું. આ કારણે એલએસી પર હાલ હાલત તણાવપુર્ણ છે. ચીનની આ ચાલબાજી પર અમેરિકા રોષે ભરાયું છે અને ચીન સામે કડક વલણ અપનાવ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમે આ મુદ્દે ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખી રહ્યા છીએ. જેમ કે અનેક મુદ્દાઓ પર અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યુ હતું કે, બેઈજિંગ પોતાના પાડોશીઓ અને બાકી દેશો સાથે સતત ખુબ જ આક્રમક રીતે વિવાદ ઉભો કરવાની કોશિશ કરી રહ્યું છે. મેરિકી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, તાઈવાન સ્ટ્રેટથી શિનજિયાંગ, સાઉથ ચાઈના સીથી હિમાલય સુધી, સાઈબર સ્પેસથી લઈ ઈન્ટલ ઓર્ગેનાઈઝેશન સુધી, અમે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની સાથે કામ કરી રહી છે, જે પોતાના જ લોકોને દબાવવા ઈચ્છે અને પોતાના પાડોશીઓને ધમકાવવા ઈચ્છે છે. ફક્ત આ ઉશ્કેરણીને રોકવાની એક રીત છે, બેઈજિંગની સામે ઉભા થવું.
29 ઓગસ્ટ સુધી અત્યાર સુધી ચીને ૩ વખત એલસીએ પર ઘૂષણખોરીની કોશિશ કરી છે. પહેલીવાર ચીનના જવાનોએ 29-30 ઓગસ્ટની રાત્રે પેંગોંગ વિસ્તારમાં ઘૂસ્યા હતા. તેનો કરારો જવાબ મળતાં બીજી વખત 31 ઓગસ્ટની રાત્રે પણ ચીની સેનાએ હેલમેટ ટોપ પર નજર નાખી હતી પણ ત્યાં પણ ભારતીય સેનાએ તેમને ખદેડી મૂક્યા હતા.