નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્ર મામલે એસઆઇટી દ્વારા તપાસ થશે

ગોધરા.તા.૧૦

નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે રચવામાં એસઆઇટી બનાવામા આવી છે,પંચમહાલ પોલીસ દ્વારા કરાઈ એસઆઇટીની રચના કરાઈ છે,એસઆઇટીમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા, ગોધરા ડીવાયએસપી, બે પીઆઇ અને પીએસઆઇ સમાવેશ કરાયો છે.એસ.આઇ.ટી દ્વારા ગઈકાલે ઝડપવામાં આવેલા પરશુરામ રોયની શરૂ સઘન પૂછપરછ કરાઈ રહી છે. એસઆઇટી દ્વારા પરશુરામ રોયની રોય ઓવરસીઝ નામની કંપની જે વડોદરામાં આવેલી છે ત્યાં રોય ઓવરસીઝમાંથી કોમ્પ્યુટર લેપટોપ અને અન્ય દસ્તાવેજાે પણ કબજે કરાયા છે.પોલીસે ફરાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા ને ઝડપી પાડવા માટે પણ અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોયની વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વધુ પૂછપરછ માટે પરશુરામ રોયને ગોધરા તાલુકા પોલીસ મથકમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ગોધરા તાલુકા પોલીસ દ્વારા પરશુરામ રોયની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા તાલુકા પોલીસ દ્વારા બહુચર્ચિત નીટ ની પરીક્ષામાં ચોકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતાઓ જાેવા મળી રહી છે. હાલ પણ આ બહુચર્ચીત નીટની પરીક્ષામાં આરીફ વોરા અને તુષાર ભટ્ટને પકડવા માટે ચક્રો ગતિમાન હાથ ધરેલ છે.

ફરાર આરોપી તુષાર ભટ્ટ ઝારખંડના રાજકીય સંસ્થાનો સાથે પણ જાેડાયેલો છે

બહુચર્ચિત નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડ્યત્રના પર્દાફાસમાં મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અંગે આવી ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં તુષાર ભટ્ટને વર્ષ ૨૦૨૩માં પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘના અને મધ્ય ગુજરાત ના વિસ્તારક બનાવવામાં આવ્યા હતા.અને તુષાર ભટ્ટ પસમાંદા મુસ્લિમ સમાજ ઉત્થાન સમિતિ સંઘ રજીસ્ટર, મૂળ ઝારખંડના સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ માં યોજવામાં આવેલી વર્ચ્યુલ મિટિંગ માં પણ જાેડાયા હોવાના ફોટા સામે આવ્યા છે જેમાં તુષાર ભટ્ટ ઝારખંડ ના રાજકીય સંસ્થાનો સાથે પણ જાેડાયેલા હોવાનું સામે આવ્યું છે તુષાર ભટ્ટ શિક્ષણની સાથે રાજકીય ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને તુષાર ભટ્ટ અને આરીફ વોરા હજુ પોલીસ પકડથી દૂર છે.ત્યારે તુષાર ભટ્ટ ઝડપાય તો મોટા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.

આ બાબતે ખરેખર અમે કશુ જ જાણતા નથી ? પત્ની સુકેશી ભટ્ટ

સુકેશી ભટ્ટે મિડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે પરશુરામભાઇને ઓળખતા નથી. કાલે સાવેર તુષારે મને કિંધુ હતુ કે મારે જીલ્લા અધિક્ષકની કચેરીએ મળવા જવાનું છે, તેમ કહી તે નીકળ્યા હતા. અગિયાર વાગે એમની મીટીંગ હતી જેથી મે કલાક દોઢ કલાક બાદ ફોન કર્યો તો તેમના બંન્ને ફોન બંધ આવ્યા હતાં. મારો તથા મારા દિકરાનો નંબર તેમની પાસે હતો. અગાઉથી સંપર્કની વાત એટલેક તુષાર ઇમીગ્રીશનનુ કામ કરે છે માટે તેમના સ્ટુન્ટને વિદેશ બહાર જવા હોય તેનુ કનસલ્ટન્ટનું કામ હતું. અમે મીડિયા થકી જ ખબર પડી કે આટલુ બધુ થયું છે. ખરેખર અમે આ બાબતે કશુ જ જાણતા નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution