ડભોઇમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઇદની સાદાઇપૂર્વક ઉજવણી 

ડભોઇ, તા.૧. 

મુસ્લિમ ચાંદ ૧૦ જીલ હજ ના રોજ ઈદુલ અઝહા ઈદ પ્રસંગે ડભોઇ શહેર તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ચાલતા કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે ડભોઇ શહેર તાલુકા ના મુસ્લિમ સમાજ દ્વારા ઈદુલ અઝહા ઇદ પ્રસંગે શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરવા માં આવી હતી.કોઈની લાગણી દુભાઈના તેવી રીતના ભાઈચારા અને એખલાસ ભર્યા વાતાવરણમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી અને ડીસ્ટન્સ રાખી પોતપોતાના વિસ્તારમાં ઓછા લોકો મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરવા માં આવી હતી. અને પોતપોતાના ઘરે પણ ઈદ ની નમાઝ પઢવામાં આવી હતી. ઈદની નમાઝ બાદ એકબીજાને ઈદમુબારક પાઠવી હતી તેમજ મુસ્લિમ બિરાદરોએ સવારે કબ્રસ્તાનમાં પૂર્વજ નો ની કબર ઉપર ફૂલ અર્પણ કર્યા હતા ત્યારબાદ ઘેટા બકરાની કુરબાની ની રસમ અદા કરી હતી સમગ્ર ડભોઇ શહેર તાલુકા ની મસ્જિદના પેશ ઇમામો અને હઝરત પીર મુરશીદ દ્વારા ઇદની નમાઝ અદા કરાઇ હતી. કસ્બા જામા મસ્જિદના ઇમામ મૌલાના અનવર અશરફીએ કોરોના દૂર થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution