હરિજનવાસથી કબ્રસ્તાન સુધી ગટરલાઇનનું ખાતમુહૂર્ત કરાયું

આણંદ, તા.૪ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ વિધાનસભા ધારાસભ્ય અમિત ચાવડાએ આંકલાવ વિધાનસભાના મત વિસ્તારમાં નાપાડ(વા) ગામે નાગરિકોની સુખાકારી માટે હેલ્થ વેલનેશ સેન્ટર આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તેમજ નાણાપંચ યોજનાના વિકાસ કામોનું આજે ખાતમૂહર્ત કર્યુ હતું.

આયુષ્માન ભારત યોજના હેઠળ હેલ્થ એન્ડ વેલેનસ-સેન્ટરને ખુલ્લુ મૂકવા સાથે નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે જે કામો ફાળવવામાં આવ્યા છે. તે પૈકી હરિજનવાસથી કબ્રસ્તાન સુધી ગટરલાઇનનું ખાતમૂહર્ત કરાયું હતું. આ પ્રસંગે યશપાલસિંહ સોલંકી પ્રમુખ આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિ, પ્રતાપસિંહ સોલંકી મહામંત્રી જિલ્લા સમિતિ, ઠાકોરભાઈ પરમાર પ્રમુખ તાલુકા પંચાયત આણંદ, રવિન્દ્રસિંહ મહિડા, સરપંચ નાપાડ(ત) જે.કે.મકવાણા, ચિરાગભાઈ પટેલ, રહિમખાન રાઠોડ સરપંચ નાપાડ(વા), ડેપ્યૂટી સરપંચ લાલાભાઈ તમામ સભ્યો, ગામના અગ્રણીય નાગરિકો પુનમભાઇ મકવાણા, વિજયભાઇ ઝાલા મકવાણા, પુંજાભાઇ, મન્સુરભાઇ દુધવાળા, એહમદભાઇ રાઠોડ, હાજી નસરુદીન રાઠોડ, હાજી હસમતભાઇ, રણજીતભાઇ રાણા, શરીફભાઇ રાઠોડ, મહંમદભાઇ દુધવાળા, દિલુભા રાઠોડ(મુખી), મહંમદભાઇ બાપુસાહેબ રાઠોડ, તા.પંચા. સભ્ય સલીમભાઇ તથા અનવરભાઇ તેમજ ગામના યુવાનો અને આગેવાનો તથા કાર્યકરો હાજર રહ્યાં હતાં.

કોવિડ-૧૯ ના લીધે સરકારની ગાઇડલાઇન મુજબ સ્કેનિંગ તથા માસ્ક, સેનિટાઇઝરની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધા ઇરશાદ તેમજ નાપાડ વાંટા ગ્રામ પંચાયતના સભ્યોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution