વડોદરા
વડોદરા મહાનગર પાલિકાની ડામાડોળ આર્થિક પરિસ્થિતિ તેમજ પડતા પર પાટુ પડતું હોય એમ કોવિદ -૧૯ની વૈશ્વિક મહામારીને લઈને આવી પડેલ મહા આફતને લઈને પાલિકાના કાઉન્સિલરોના ક્વોટા ફોડવારીના કામો બંધ કરી દેવામાં આવ્યા હતા.
હવે જ્યારે વર્તમાન બોર્ડની મુદ્દત આડે માંડ માંડ સવા મહિનાનો સમય છે. ત્યારે મતદારોને રીઝવવાને માટે મોડે મોડે પણ કાઉન્સીલરોને રૂપિયા પાંચ લાખ સુધીના ક્વોટા ફોડવારીના કામોને મંજૂરી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાના અને કોરોનાના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ આ ક્વોટા ફોડવારીના કામો પુનઃ ચાલુ કરવામાં આવતા એનો મહત્તમ લાભ મહત્તામ સભ્ય સંખ્યા બળ ધરાવતા શાસક પક્ષ ભાજપને જ મળશે. પાલિકાના કમિશ્નર પી.સ્વરૂપે આ બાબતને લઈને મોડી સાંજે આદેશ કરતો પરિપત્ર બહાર પાડ્યો છે.