ફેંગશુઈના નિયમો તમારી આસપાસના વાતાવરણને તમારી અનુકૂળ બનાવે છે, જાણો વધુ

જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની સૌથી અગત્યની બાબત એ છે નવીન, રચનાત્મક અને વ્યાવહારીક વિચાર અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા. જે લોકો સફળ છે એ લોકો નિશ્ચિત રૂપે અન્ય લોકો કરતા સારી વિચારણસરણી સિવાય સમજદારી પૂર્વક નિર્ણયો પણ લઈ શકે છે.

એક નકારાત્મક વાતાવરણમાં વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણયો લઈ શકતો નથી. ફેંગશુઈના નિયમો તમારી આસપાસના વાતાવરણને તમારી અનુકૂળ બનાવે છે અને આગળ વધવામાં વધુ સહાયક બને છે. ત્યારે ચાલો જાણીએ ફેંગશુઈ અનુસાર કેવા ઉપાય ધન અને સુખ સમૃદ્ધિ માટે ઉપયોગી છે.

સિટ્રિન ક્રિસ્ટલ- સિટ્રિન ક્રિસ્ટલ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ફેંગશુઈના સૌથી પ્રભાવશાળી ઉપાયોમાંનો એક છે. આ ચમકદાર સિટ્રિન ક્રિસ્ટલ નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં સહાય કરે છે. આને ઘરમાં એક ખૂણામાં રાખવાની સાથે તમે ઈચ્છો તો તેને ઓફિસમાં પણ રાખી શકો છો.

ફેંગશુઈના સમૃદ્ધિ સંબંધ રંગ- રંગોનો પ્રભાવ પરોક્ષ અને પ્રત્યક્ષ બન્ને રીતે આપણા જીવન પર પડતો હોય છે. આપણી આર્થિક સ્થિતિ પણ આ સંબંધમાં કોઈ અપવાદ નથી. ફેંગશુઈ અનુસાર રંગોનો ઉપયોગ ઘણો લાભકારી હોય છે. ગોલ્ડન કલર ફેંગશુઈના એ પ્રમુખ કલરમાંથી છે. જેનો સંબંધ આર્થિક સંપન્નતા સાથે જોડાયેલો છે. જો તમે ઘરમાં સજાવટી વસ્તુઓ લાવો છો અને તે ગોલ્ડન કલરમાં છે અથવા તેની બોર્ડર આ કલરની છે તો આ તમારા ઘરની સજાવટ સાથે સાથે આર્થિક સમૃદ્ધિ આકર્ષિત કરવામાં ખૂબ જ ઉપયોગી છે.

ફેંગશુઈ પ્રતીક- ફેંગશુઈમાં ઘણા પ્રતીક શુભકારી છે. જેનો ઉપયોગ ધન-સંપત્તિને આકર્ષિત કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે લાફિંગ બુદ્ધા, મની ફોંગ વગેરે તમે ઘરમાં રાખી શકો છે. તેને ઘરમાં એવા સ્થાનો પર રાખવાની જરૂર છે જ્યાં તેને સરળતાથી તમે રોજ જોઈ શકો. દિશાની વાત કરવામાં આવે તો તમે તેને ઉત્તર દિશામાં રાખી શકો છો.

ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો, ફેંગશુઈ અને અન્ય ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં પાણીની ઉર્જાનો સંબંધ સંપત્તિથી છે. એટલા માટે ફેંગશુઈમાં ફુવારાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફુવારને ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજાનું ફેંગશુઈમાં પ્રાણ ઉર્જાના પ્રવેશ માટે સૌથી પ્રમુખ સ્થાન હોય છે. એટલા માટે મુખ્ય દ્વાર પર કોઈ અવરોધ ન હોવો જોઈએ. તેની અસાપાસના સ્થાનને સ્વચ્છ જાળવી રાખો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution