ગાંધીનગર, વિસાવદર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચવામાં આવતા હવે ગમે તે સમયે વિસાવદરની ઘેટાં ચૂંટણી જાહેર થઈ શકે તેવી સંભાવના વધી ગઈ છે. આ સંજાેગોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર ની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલીયા ને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિસાવદર બેઠકે ભાજપને પ્રથમ મુખ્યમંત્રી, સત્તા અને સ્થિર સરકાર ઘણું આપ્યું છે. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.વિસાવદર પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે.ગુજરાતમાં એક સમયે ભારે રાજકીય રસાકસી હતી. અનેક વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યા હતા. તેવા સંજાેગોમાં ગુજરાતને સ્થિર સરકારની સખત જરૂર હતી. તેવા સંજાેગોમાં વર્ષ ૧૯૯૫ માં ગુજરાતમાં પ્રથમ વખત સત્તા પર ભાજપ સરકાર આવી હતી. ભાજપ સરકાર પ્રથમ વખત સત્તામાં આવી હતી ત્યારે આ વિસાવદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેશુભાઇ પટેલે ૧૪ માર્ચ ૧૯૯૫ ના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જનતા દળની સરકાર આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સ્વતંત્ર સરકાર તરીકે ૧૯૯૫ માં શરૂઆત થઈ હતી. ત્યાર બાદ અસ્થિર ગુજરાતને સ્થિર સરકાર મળવાનો પ્રારંભ થયો હતો. કેશુબાપાની સરકાર આવ્યા બાદ માત્ર એક જ વાર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. પછી તો ગુજરાતને ન માત્ર સ્થિર પરંતુ કાયમી સરકાર મળી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અને ૧૯૯૮ થી સતત ભાજપની સરકાર આવી તે આજ સુધી શાસનમાં છે. હવે વિસાવદર બેઠકની પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવા સંજાેગોમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. આ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કન્વીનર રહી ચુક્ય છે. હાલમાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીયસંયુક્ત મહામંત્રી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ગોપાલ ઇટાલિયા પોતાના આખાબોલા સ્વભાવના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. અગાઉ અનેક મામલાઓમાં તેઓ વિવાદમાં રહે છે.
વિસાવદર બેઠક પાટિદાર મતદારોનો ગઢ
વિસાવદર બેઠક પ્રારંભથી જ પોતાના મિજાજના કારણે ચર્ચામાં રહેલી છે. પાટીદાર બહુમતી ધરાવતી આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ રહી ચુકી છે. આ બેઠક પર આશરે ૧.૫૦ લાખ કરતા વધારે પાટીદાર મતદારો છે.
આ બેઠક પર કુલ ૨.૫૮ લાખ મતદાતાઓ છે. જેમાં આશરે ૧.૫૦ લાખથી વધારે પાટીદાર મતદારો છે. ૨૧ હજાર જેટલા દલિત મત, ૨૦ હજાર કોળી અને ૧૨ હજાર મુસ્લિમ મતદાતાઓ છે.
બેઠક પરથી ચૂંટાયેલા મુખ્યમંત્રી બન્યા છતાં વિકાસનો અભાવ
વિસાવદર બેઠક પાટીદારોનો ગઢ હોવા અને વર્ષો સુધી અહીંથી જીતનારા કેશુબાપા મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમ છતા પણ વિસાવદરમાં વિકાસ મામલે જનતામાં ભારે અસંતોષ જાેવા મળી રહ્યો છે. સામાન્ય સારવાર માટે પણ રાજકોટ કે અમદાવાદ ખાતે જવું પડે છે. આ ઉપરાંત અહીં જનાવરોનો પણ ત્રાસ છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાનો પણ અભાવ હોવાનું સ્થાનિક લોકો માંગ કરતા રહ્યા છે.
૨૦૨૨ માં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો
વર્ષ ૨૦૨૨ માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉમેદવાર તરીકે હર્ષદ રીબડીયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરસનભાઇ વાળદોરીયા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. ચૂંટણીમાં આપના ઉમેદવારનો વિજય થયા હતા. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને વિસાવદર બેઠક કબ્જે કરી હતી. જાે કે અચાનક ૧૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાયા હતા.
આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જાેડાયા હતા
વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થયા બાદ ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયા દ્વારા હાઇકોર્ટમાં પીટીશન થઇ હતી. જેમાં જણાવાયું હતું કે, ભુપત ભાયાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવે કારણ કે તેમના ફોર્મમાં ક્ષતિ છે. જાે કે ભુપત ભાયાણી ભાજપમાં જાેડાઇ જતા આખરે આ કેસકરનાર હર્ષદ રિબડિયાએ પરત ખેંચી લીધો હતો. ત્યાર બાદ હવે ચૂંટણી જાહેર થઇ ચુકી છે.
વિસાવદર બેઠક પર અત્યાર સુધીમાં કોણ કોણ જિત્યું?
વર્ષ ૧૯૬૨ માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી
વર્ષ ૧૯૬૭ માં એસડબલ્યુએ પક્ષના કે ડી ભેસાણીયા
વર્ષ ૧૯૭૨ માં કોંગ્રેસના રામજીભાઇ કરકર
વર્ષ ૧૯૭૫ માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયા
વર્ષ ૧૯૮૦ માં જેએનપીના ધીરજલાલ રિબડીયા
વર્ષ ૧૯૮૫ માં કોંગ્રેસના પોપટભાઇ રામાણી
વર્ષ ૧૯૯૦ માં જેડીના કુરજીભાઇ ભેસાણીયા
વર્ષ ૧૯૯૫ માં ભાજપના કેશુભાઇ પટેલ
(પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સીએમ કેશુભાઇ પટેલ)
વર્ષ ૧૯૯૮ માં ભાજપના કેશુભાઇ પટેલ
વર્ષ ૨૦૦૨માં ભાજપના કનુભાઇ ભાલાળા
વર્ષ ૨૦૦૭ માં ભાજપના કનુભાઇ ભાલાળા
વર્ષ ૨૦૧૨ માં જીપીપીના કેશુભાઇ પટેલ
વર્ષ ૨૦૧૭ માં કોંગ્રેસના હર્ષદભાઇ રિબડીયા
વર્ષ ૨૦૨૨ માં આપના ભૂપત ભાયાણી