વડોદરા,તા.૧૯
એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના સત્તાધિશો દ્વારા પરીક્ષા પૂર્ણ થયાના દિવસે જ પરિણામ આપવાનો નવો ચીલો ચિતર્યો છે.ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષની મીડ સેમિસ્ટરની પરીક્ષા પૂર્ણ થતા જ બપોર પછી ૬૫૦૦ વિદ્યાર્થીના પરિણામો જાહેર કરી દેતા વિદ્યાર્થી સંગઠનોને ફરિયાદનો કોઇ અવકાશ રહ્યો નથી.
કોરોનાની મહામારીને જાેતા યુનિ.સત્તાધિશો દ્વારા તમામ ફેકલ્ટીની પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય લીધો છે.અને જે ફેકલ્ટીના વિષયોનો અભ્યાસક્રમ બાકી છે.તે પણ વહેલી તકે પૂરો કરીને તેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે.યુનિ.સત્તાધિશો જુલાઇ મહીના સુધી શૈક્ષણિક વર્ષ પુરુ કરવાની ગોઠવણમાં છે.ત્યારે આજે કોમર્સ ફેકલ્ટી દ્વારા બીજા વર્ષની મીડ સેમેસ્ટરનુ પરીણામ જાહેર કર્યંું છે.આજે આ મીડ સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થઇ હતી.અને કલાકોમાં જ ૬૫૦૦ વિદ્યાર્થીના પરિણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.યુનિ.ના વિદ્યાર્થી સંગઠન દ્વારા પરીક્ષાની તારીખો તેમજ અભ્યાસક્રમ જાહેર કરવા રજૂઆત કરવામાં આવતી હતી. પણ યુનિ.સત્તાધિશોએ ઓનલાઇન પરીક્ષા લેવાતી હોઇ પેપર ચેક કરીને તેનું પરિણામ પણ તે જ દિવસે તૈયાર કરી દેવાની વ્યવસ્થા ગોઠવી હતી.આ અગાઉ ટીવાય બીકોમની પરીક્ષા પૂર્ણ થતા જ કલાકોમાં જ પરિણામ જાહેર કરતા વિદ્યાર્થીઓ પણ અચંબામાં મૂકાયા હતા.અને આજે મીડ સેમેસ્ટરનું પરિણામ જાહેર કરતા વિદ્યાર્થી સંગઠનને પરિણામ નહી મળવા કે મોડા મળવાની ફરિયાદને કોઇ અવકાશ રહ્યો નથી. આ પછીની પરીક્ષામાં પણ પરિણામ પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ જાહેર કરવા યુનિ.સત્તાધિશો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.