હિમાચલ પ્રદેશ વિધાનસભાની ૬ બેઠકોનું પરિણામ સુખુ સરકારનું ભવિષ્ય નક્કી થશે

શિમલા :લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનની સાથે હિમાચલ પ્રદેશની ચાર સીટો પર મતદાન થયું છે આ પેટાચૂંટણી હિમાચલમાં સીએમ સુખવિંદર સિંહ સુખુ સરકારનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીને લઈને સુખુ સરકારની વિશ્વસનીયતા દાવ પર છે.હિમાચલમાં સુજાનપુર, ધર્મશાલા, લાહૌલ-સ્પીતિ, બુરસર, ગાગ્રેટ અને કુતલાહારમાં પેટાચૂંટણી માટે આજે મતદાન થયું . જેમાં બળવાખોર નેતા રાજીન્દર રાણા, સુધીર શર્મા, દેવિન્દર કુમાર ભુટ્ટો, ચૈતન્ય શર્મા, ઈન્દર દત્ત લખનપાલ અને રવિ ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે. જેના કારણે હવે જાેવાનું એ રહેશે કે આ બેઠકો પર સુખુ સરકારનો પોઈન્ટ બનશે કે પછી સરકારને ખરાબ રીતે નુકસાન થશે અને ભાજપ માટે ફરી સત્તા મેળવવાની આ મોટી તક હશે.હિમાચલ પ્રદેશના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે પાર્ટી વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ છ બળવાખોરોને ગેરલાયક ઠેરવ્યા હતા. જે બાદ વિધાનસભાની છ બેઠકો ખાલી પડી હતી. આ ધારાસભ્યોએ ૨૯ ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો અને બાદમાં તમામ ધારાસભ્યો ભાજપમાં જાેડાયા હતા. જે બાદ હવે આ તમામ ધારાસભ્યોએ ભાજપની ટિકિટ પર પોતાના વિસ્તારોમાં પેટાચૂંટણી લડી છે.આ ચૂંટણીમાં સીએમ સુખુ માટે ઘણું દાવ પર છે. આ ૬ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો સીએમ સુખુના રાજકીય ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર ભાજપ માટે આ ખોવાયેલું મેદાન પાછું મેળવવાની તક છે. ૨૦૨૨ માં કુલ ૬૮ વિધાનસભા બેઠકોમાંથી, કોંગ્રેસે ૪૦ બેઠકો જીતી હતી, ભાજપે ૨૫ બેઠકો જીતી હતી અને અન્યોએ ૩ બેઠકો જીતી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution