અમદાવાદ-
ગુજરાતમાં મહાપાલિકા બાદ પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પરાજયને પગલે મોખરાની બે વિકેટ ખડી પડી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે તેમના રાજીનામા પક્ષના મોવડી મંડળને સુપ્રત કરી દીધા છે અને સાંજે પ વાગ્યે સતાવાર જાહેરાત થશે. ચાવડાએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. રાજયમાં મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 6 મહાપાલિકા ગુમાવી હતી પંચાયતોમાં કોંગ્રેસને સારા દેખાવની આશા હતી પરંતુ ર01પના પરિણામોમાં કોંગ્રેસને જે બેઠકો મળી હતી તેની દસમા ભાગની બેઠક પણ હાલના પરિણામોમાં મળી રહી નથી. બંને નેતાઓએ જવાબદારી સ્વીકારી લીધી છે અને તેઓ રાજીનામા આપી રહ્યા છે. ચાવડા તથા ધાનાણીના ગઢ જેવા મત ક્ષેત્રોમાં પણ કોંગ્રેસનો પરાજય થયો છે અને આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા ગાબડા પડે તેવી પણ શકયતા નકારાતી નથી.