વર્તમાન નાણાં વર્ષનો વિકાસ દર ૭.૨૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કની અપેક્ષા


મોટા કોમર્શિયલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રને જંગી એકસપોઝર સાથેની બેન્કો માટે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચિંતા વ્યકત કરી છે અને શોર્ટસેલરો માટે આ બેન્કો ટાર્ગેટ બની શકે છે, તેવી તેમણે ચેતવણી પણ ઉચ્ચારી છે. કોમર્શિયલ રિઅલ એસ્ટેટની લોન્સમાં અપેક્ષિત તથા અનપેક્ષિત નુકસાની માટે બેન્કોએ ઊંચી સંવેદનશીલતા દર્શાવી છે. લોન બુકસમાં કોમર્શિયલ રિઅલ એસ્ટેટની લોન્સના ઊંચા પ્રમાણને ધ્યાનમાં રાખી બેન્કોની આ સંવેદનશીલતા આવી પડી છે. સિંગાપુર ખાતે બ્રેટન વુડસ કમિટિના ફ્યુચર ઓફ ફાઈનાન્સ ફોરમને સંબોધતા તેમણે આમ જણાવ્યું હતું. મોટા કોમર્શિયલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રને જંગી એકસપોઝર સાથેની બેન્કોને શોર્ટ સેલરો દ્વારા ટાર્ગેટના કિસ્સામાં કદાચ લિક્વિડિટીની ખેંચનો અનુભવ કરવો પડી શકે છે અને રોકાણકારોનો વિશ્વાસ વધુ ડગમગી જશે. સાવચેતી અને નબળાઈ આવે તે પહેલા જ નિયમનકારી પગલાં થકી બેન્કોની બેલેન્સશીટસ પરના જાેખમ ટાળી શકાશે અને સ્થિરતા જાળવી શકાશે. ભારકની બેન્કો કોમર્શિયલ રિઅલ એસ્ટેટ ક્ષેત્રને ફરીથી ધિરાણ વધારી રહી છે જે બજારમાં તેમનો વિશ્વાસ પ્રસ્થાપિત થયાનું સૂચવે છે. માર્ચ, ૨૦૨૪ના અંતે શિડ્યૂલ્ડ કમર્સિઅલ બેન્કોનો કમર્સિઅલ રિઅલ એસ્ટેટ પોર્ટફોલિઓ ૨૨.૯૪ ટકા વધી રૂપિયા ૩.૯૬ લાખ કરોડ પર પહોંચી ગયો હતો.અગાઉના વર્ષોની સરખામણીએ આ નોંધપાત્ર વધારો છે. દરમિયાન ભારત ૭.૫૦ ટકાથી પણ વધુ આર્થિક વિકાસ દર સિદ્ધ કરવાની ક્ષમતા ધરાવતું હોવાનો દાસે વિશ્વાસ વ્યકત કર્યો હતો. વર્તમાન નાણાં વર્ષનો વિકાસ દર ૭.૨૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કની અપેક્ષા છે. વિકાસ સામેના જાેખમો સમતુલિત થયા છે. મજબૂત બૃહદ્‌ આર્થિક ફન્ડામેન્ટલ્સના ટેકા સાથે આ સમતુલા જળવાઈ છે. ખાનગી ઉપભોગ અને ઈન્વેસ્ટમેન્ટ મુખ્ય પરિબળો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution