લોકસત્તા ડેસ્ક
ઘણાં લોકોની કોણી હાથ કરતાં એકદમ કાળી હોય છે. સ્ત્રી હોય કે પુરૂષો બંનેમાં આ સમસ્યા જોવા મળે છે. જેના કારણે સ્લિવલેસ કે હાફ સ્લિવના કપડાં પહેરવામાં પણ ઘણીવાર પ્રોબ્લેમ થાય છે. એમાંય લોકો કોણી પરની અને તેની આસપાસની સ્કિન પર જામતી કાળાશ પર વધુ ધ્યાન નથી આપતા, જેના કારણે ત્યાં ડેડ સ્કિન જમા થઈ જાય છે અને સ્કિન કાળી દેખાવા લાગે છે. તો આ સમસ્યાને દૂર કરવા અને કોણીને ગોરી બનાવવાના બેસ્ટ નુસખાઓ જાણી લો.
હળદર
સ્કિન માટે હળદર બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેથી કોણીની કાળાશ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. દૂધમાં થોડી હળદર મિક્સ કરીને કોણી પર લગાવો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. સપ્તાહમાં 2-3વાર આ ઉપાય કરો
લીંબુ
લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે. જે સ્કિનની રંગત નિખારવામાં મદદ કરે છે. કોણી પર થોડો લીંબુનો રસ લગાવી માલિશ કરો અને 20 મિનિટ પછી પાણીથી ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. રોજ આ ઉપાય કરો.
ખાંડ
ખાંડનું સ્ક્રબ સ્કિનને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. જેતૂનના તેલમાં ખાંડ મિક્સ કરીને મિશ્રણ કોણી પર લગાવીને માલિશ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.
દહીં
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે સ્કિનની રંગત નિખારે છે અને સ્કિનને ક્લિન કરે છે. 1 ચમચી દહીંમાં સફેદ સરકો મિક્સ કરીને કોણી પર લગાવો. સૂકાય ગયા પછી તેણે પાણીથી ધોઈ લો. સપ્તાહમાં 2-3 વખત આ ઉપાય કરવાથી કાળાશ દૂર થાય છે.
ચણાનો લોટ
1 ચમચી લીંબુના રસમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ કોણી પર લગાવી માલિશ કરો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વખત આ ઉપાય કરવાથી કાળાશ દૂર થાય છે.