દશામાની મૂર્તિની અવદશાનું સાચું કારણ માત્ર અઢી લાખની મર્યાદામાં ૧૫ ઠ ૧૫ ઠ ૮ ફૂટનું તળાવ બનાવવાનો આદેશ મૂર્ખામીભર્યો

શહેરમાં દશામાની મૂર્તિના વિસર્જન વખતે ભારે અવ્યવસ્થાનું સર્જન થયું હતું અને અનેક મૂર્તિઓની અવદશા જાેવા મળી હતી. ત્યારે દશામાના પવિત્ર તહેવારને અવદશામાં ફેરવવા માટે સાચા કારણો કયા જવાબદાર છે તે અંગેના ખુલાસા લોકસત્તા જનસત્તા કરી રહ્યું છે. કે કોની ભૂલ અને કોની બેજવાબદારીના કારણે આ ઘટના બની હતી. બહાદુર મ્યુનિસિપલ કમિશનર અને અભ્યાસુ ચેરમેનની દિશાવિહીન કામગીરીએ દશામાના પવિત્ર તહેવારને અવદશામાં તબદીલ થયો હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે.

૧૦ - ૧૦ દિવસ સુધી પૂજન અર્ચન અને આસ્થાભેર શીશ ઝુકાવ્યા બાદ મા દશામા ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વડોદરાના શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર માતાજીને વિદાય આપવામાં આવી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. તેઓ ભક્તોની આસ્થા પણ સમજી શક્યા ન હતા અને મૂર્તિઓના વિસર્જન માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા ભારે અફરા તફરી જાેવા મળી હતી. ત્યારે આ અવદશા પાછળ પાલિકા તંરની દિશાવિહીન કામગીરી જણાઈ રહી છે. પાલિકાના મ્યુનિ. કમિશનર દ્વારા શહેરમાં માત્ર ૧૫ ઠ ૧૫ ઠ ૮ ફૂટના તળાવો ઉભા રકાવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અને તે પણ પૂરતી સંખ્યામાં ઉભા કરવામાં આવ્યા ન હતા. તો પાલિકા દ્વારા શહેરમાં કેટલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે તેનો પણ અંદાજ લગાવવામાં કાચું કાપવામાં આવ્યું હતું. ઉપરાંત પાલિકાના અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારનું કો ઓર્ડિનેશન પણ કરવામાં આવ્યું ન હતું તેના કારણે શહેરમાં આટલી મોટી અવ્યવસ્થા જાેવા મળી હતી.

પો. કમિશનર અને મ્યુનિ. કમિશનર વચ્ચે સંકલનનો અભાવ

માં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા ચાર તળાવો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જાે કે તેમાંથી બે જ તળાવો ઉભા કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાર તળાવો અંગેનો દાવો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમાં પાંચ તળાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભક્તો પણ મૂંઝવણમાં મુકાયા હતા. અને તેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી.

અધિકારીઓની નિમણૂકનો ઓર્ડર કમિશનર ભૂલ્યા

દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે સામાન્ય રીતે અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જેમાં ખાસ કરીને ફાયર વિભાગ, જેમાં કેટલા તરવૈયા હોય, કેટલો સ્ટાફ હોય અને સંપૂર્ણ જવાબદારી કયા અધિકારીની હોય તે અંગેના ર્નિણય લઇ ઓફિસ ઓર્ડર કરવાના હોય છે. પરંતુ આ વખતે આવો કોઈ પણ પ્રકારનો હુકમ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. અને તેથી જ જયારે કમિશનર અને ચેરમેન તળાવની મુલાકાતે ગયા હતા ત્યારે એક પણ અધિકારી ત્યાં જાેવા મળ્યા ન હતા.

ખર્ચની મર્યાદા માતાજીના વિસર્જન માટે જ કેમ લાગુ?

દશામાની મૂર્તિના વિસર્જન માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તળાવો ખોદવા માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તળાવો ખોદવા માટે અઢી લાખની જ મર્યાદા આપવામાં આવી હતી. તેના કારણે તળાવો નાના ખોદવામાં આવ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા બેફામ ખર્ચ કરવામાં આવે છે, સુંદરતાના નામે કોન્ટ્રાક્ટરો પાસે પૈસા ઉઘરાવી સુશોભન અને રંગરોગાનના લપેડા કરવામાં આવે છે જે ખર્ચ ઓછા કરી આવા કામોમાં ખર્ચની મર્યાદા કેમ ન વધારી તે પણ એક સવાલ છે.

૪૮ કલાક પહેલાં મ્યુ. કમિ. અને ચેરમેન નિરીક્ષણ માટે ગયા છતાં આંખો ન ઉઘડી?

દશામાની મૂર્તિઓના વિસર્જન પહેલા ૪૮ કલાક પહેલા મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન સ્થળ મુલાકાતે ગયા હતા. ત્યારે પણ તેઓને માલુમ ન પડ્યું કે આટલા નાના તળાવો મૂર્તિના વિસર્જન માટે નહિ ચાલી શકે? શું તેઓની પણ આંખો ન ઉઘડી?

ગણપતિ વિસર્જન માટે ૧૦ સ્થળોએ

૫૦ ઠ ૫૦ ઠ ૮ ફૂટના તળાવો બનાવશે

દશામાના વિસર્જન વેળા સર્જાયેલી અવદશાના કારણે હવે મ્યુ.કમિશનરે તેમાંથી બોધપાઠ લીધો હતો. ઘબરાયેલા કમિશનર હવે ગણપતિ વિસર્જનમાં કોઈ રિસ્ક લેવા માંગતા નથી. તેથી તેઓએ ૧૦ સ્થળોએ ૫૦ઠ૫૦ઠ૮ ફૂટના તળાવો બનાવવાની જાહેરાત કરી દીધી છે.

કમિશનર અને ચેરમેનને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઠપકો મળ્યો?

દશામાના વિસર્જનનો મામલો છેક સીએમ કાર્યાલય સુધી પહોંચ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી કમિશનર અને ચેરમેનને ઠપકો પણ મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે દશામાની વ્યવસ્થા ન થતા દાઝેલા આ બંને અધિકારીઓ ગણેશ વિસર્જન માટેના દરેક પગલાં ફૂંકી ફૂંકીને ભરશે તેમ લાગી રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution