રિયલ એસ્ટેટની દિગ્ગજ કંપની ૧૬૦૦ કરોડનો ipo લાવશે


રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપની કલ્પતરુએ ૈંર્ઁં લાવવાનો ર્નિણય કર્યો છે. કંપની આ ૈંર્ઁં દ્વારા અંદાજે રૂ. ૧૬૦૦ કરોડ એકત્ર કરવા માંગે છે. આ નાણાં વડે કંપની તેના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્‌સને ઝડપથી આગળ વધારવા માંગે છે. કલ્પતરુએ આઈપીઓ સંબંધિત દસ્તાવેજાે માર્કેટ રેગ્યુલેટર સેબીને સુપરત કર્યા છે. કંપની મિડ સેગમેન્ટ, લક્ઝરીથી લઈને કોમર્શિયલ સુધીના હાઉસિંગ પ્રોજેક્ટ્‌સ વિકસાવે છે. કંપનીના પ્રોજેક્ટ ૪૧.૯૫ મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલા છે.કલ્પતરુના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડ્ઢઇૐઁ) અનુસાર ૈંર્ઁં ની કિંમત ૧૫૯૦ કરોડ રૂપિયા હશે. આઈપીઓમાંથી આવતા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા અને કોર્પોરેટ જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. આ ૈંર્ઁંમાં ૧૦૦ ટકા ફ્રેશ ઈશ્યુ હશે. કંપની ઓફર ફોર સેલનો માર્ગ અપનાવશે નહીં. આમાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા શેર જારી કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડ, લોટ સાઈઝ, ઊૈંમ્, દ્ગૈંૈં અને રિટેલ રોકાણકારોના અનામત શેર વિશે પણ વધુ માહિતી આપવામાં આવશે.

કલ્પતરુના મોટા ભાગના પ્રોજેક્ટ લક્ઝરી અને પ્રીમિયમ ફીલ માટે જાણીતા છે. કંપની આ નાણાકીય વર્ષમાં ઘણા નવા પ્રોજેક્ટ્‌સનો વિકાસ શરૂ કરવા જઈ રહી છે. આ સિવાય તેણે ૨૦૨૭ સુધીના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તેમના તાજેતરના અને આગામી પ્રોજેક્ટ્‌સની માંગ કંપનીને બજારમાં તેનું સ્થાન બનાવવામાં ઘણી મદદ કરી રહી છે. કલ્પતરુને ૨૦૧૯ અને ૨૦૨૩ વચ્ચે ઘરોના પુરવઠાની દ્રષ્ટિએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ૫મું સૌથી મોટું રિયલ એસ્ટેટ ડેવલપર માનવામાં આવે છે. આ સિવાય તે થાણે વિસ્તારમાં ચોથા ક્રમે આવે છે.

કલ્પતરુએ આ ૈંર્ઁં માટે બુક રનિંગ લીડ મેનેજર તરીકે ત્નસ્ ફાઇનાન્શિયલ, ૈંઝ્રૈંઝ્રૈં સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (નોમુરા)ની નિમણૂક કરી છે જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા ઑફરના રજિસ્ટ્રાર છે. કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કલ્પતરુ ગ્રુપની પ્રતિષ્ઠા અને કુશળતાથી કંપનીને ફાયદો થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution