દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી ઉજવણીને સંબોધન કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનના અનુસાર, સમારોહ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકર અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંક પણ હાજર રહેશે. વિશ્વ ભારતી, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1921 માં સ્થાપિત, દેશની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.
નોબેલ વિજેતા ટાગોરની ગણતરી પશ્ચિમ બંગાળની અગ્રણી હસ્તીઓમાં થાય છે. આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પીએમઓએ નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 1951 માં વિશ્વ ભારતીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેનો રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન આ યુનિવર્સિટીના કુલપતિ છે.