નસવાડી તાલુકાના માથાજુલધાની પ્રાથમિક શાળામાં શિક્ષકની લાલીયાવાડી બહાર આવી ૨૦ દિવસ સુધી પ્રાથમિક શાળા બંધ રહી આખરે રજૂઆત કરતા બીજા શિક્ષકને મોકલી શાળા શરૂ કરાઈ



નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલી માથાજુલધાની પ્રાથમિક શાળામાં ૧૮ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જયારે ધોરણ ૧ થી ૫ ના વર્ગો ચાલે છે અને આ શાળામાં એક જ શિક્ષક ચૌધરી દિપકભાઈ લાલજીભાઈ ફરજ બજાવે છે જયારે ૨૩.૦૮.૨૦૨૪ ના રોજ થી આ શિક્ષક કોઈ પણ રજા રિપોર્ટ કે કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શાળામાં સતત ગેરહાજર હતા જેને લઇ ૨૦ દિવસ સુધી શાળા બંધ રહી હતી જેને લઇ ગ્રામજનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ બાબતે રજૂઆત કરતા ત્યાર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઊંઘમાંથી જાગી બીજા શાળાઓમાંથી શિક્ષક મોકલી શાળા શરૂ કરાવવામાં આવી હતી બીજી આસપાસની શાળાઓમાંથી શિક્ષકો મોડે મોડે આવતા હોવાથી બાળકો ઘરે જતા રહે છે ગુરૂવારના રોજ તરોલ પ્રાથમિક શાળામાંથી શિક્ષક આ શાળામાં મુકવામાં આવ્યા હતા પરંતુ તે શિક્ષક પણ શાળાએ સમયસર આવ્યા ના હતા જયારે આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આ રીતના શિક્ષકોની લાલીયાવાડી ચાલી રહી છે છતાંય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આવા શિક્ષકો સામે કોઈ પણ પગલાં ભરતા નથી હાલ તો આદિવાસી ગરીબ બાળકોના પાયાના શિક્ષણ ઉપર અસર પડી રહી છે જયારે ઓનલાઇન હાજરી પૂરવાની સિસ્ટમ બનાવામાં આવી છે અને શાળાઓમાં ગ્રુપ આચાર્યને પણ વિઝીટ કરવાની હોય છે છતાંય વીસ વીસ દિવસો સુધી શાળાઓ બંધ રહે છે છતાંય અધિકારીઓને ધ્યાન આપતા નથી અને શાળાની મુલાકાતમાં પણ લેતા નથી આવા અંધેર વહીવટના કારણે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે જયારે ગ્રામજનો જાણ કરે તો અધિકારીઓ જાગે છે ત્યાં સુધી અધિકારીઓ ઓફિસોમાં જ બેસી રહેતા હોય છે આટલા દિવસો સુધી શિક્ષક શાળાએ ના આવતો હોવા છતાંય અધિકારીઓ કોઈ પણ પગલાં ભર્યા નથી અને શિક્ષકોને અધિકારીઓ છવાઈ રહ્યો હોય તેનો વરવો નમૂનો સામે આવ્યો છે હાલ તો આવા વહીવટથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે જયારે આ શાળામાં છેલ્લા ૪ માસથી લાઇટો પણ નથી વીજ લાઈનમાં ફોલ્ટ સર્જાતા રીપેર ના થતા હાલ બાળકો ગરમીમાં શેકાઈ રહ્યા છે જેન્તીભાઈ ગ્રુપ આચાર્યના જણાવ્યા મુજબ માથાજુલધાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ૨૩.૦૮.૨૦૨૪ થી રજા રિપોર્ટ કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે મને જાણ કર્યા વગર શાળાએ સતત ગેરહાજર છે જેની જાણ ગ્રામજનો અમને કરતા લાવાકોઈ ગ્રુપ શાળામાંથી અમે શિક્ષકો મૂકી શાળા ચલાવીએ છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution