અમદાવાદ-
ગુજરાતની હાલની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉદયની પ્રથમ વખત ગુજરાત બહારના પ્રાદેશિક વડાને રાજયની જનતાએ મર્યાદીત રીતે પણ વિચારવાનું શરુ કર્યુ છે તો આપની સાથે અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમએ પણ તેના પસંદગીના પોકેટમાં કાઠુ કાઢતા તે એક ચોકકસપણે ચિંતાનો વિષય બની શકે છે.
આમ આદમી પાર્ટીએ જીલ્લા પંચાયતની સાથે તાલુકા પંચાયત અને નગરપાલીકામાં રાજયભરમાં 46 જેટલા તેના પ્રતિનિધિઓ વિજેતા બન્યાનો દાવો કર્યો છે. અગાઉ મહાપાલિકાની ચૂંટણીમાં પણ સુરતમાં 27 બેઠકો મેળવીને આપે. દેશભરનું ધ્યાન ખેંચ્યુ હતું અને હવે ગ્રામીણ તથા અર્ધશહેરી મતદારોમાં પણ 'આપ' એક સ્થાન ધરાવતો પક્ષ બની ગયો છે. જો કે આ પક્ષે હજુ લાંબી પેનલ અને આકરી પરીક્ષા પાસ કરવાની છે
છતાં 2022ની ચૂંટણીમાં 'આપ' એ હાલની સ્થિતિમાં ફકત કોંગ્રેસને જ નહી ભાજપને પણ ડેમેજ કરી શકે છે. બીજી બાજુ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં લઘુમતી પોકેટમાં મર્યાદીત સફળતા મેળવનાર અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને હવે અમદાવાદ બહાર ગોધરા અને મોડાસા નગરપાલીકામાં જે 16 બેઠક પર સફળતા મળી છે તે પણ સૂચક છે. મોડાસામાં નગરપાલીકાએ 12 બેઠક પર એ પક્ષે ઝુકાવ્યું હતું. તેમાં 9 બેઠક જીતીને મુખ્ય વિપક્ષનું સ્થાન મેળવ્યું છે.
જયારે ગોધરાએ 8 બેઠકો લડી હતી અને આ નગરપાલીકામાં 7 બેઠક પર જીત મળી છે. આ બન્ને લઘુમતી પોકેટ છે અને તેથી ઔવેસીને જીત મળી છે કે આપ અને આમ આદમી પાર્ટી હાલ ભાજપ કરતા કોંગ્રેસને વધુ ડેમેજ કરે છે. તે વાસ્તવિકતા હોવા છતાં ગુજરાતમાં ઔવેસીના પક્ષનો વ્યાપ વધે તો ભવિષ્યમાં ચૂંટણી પરિણામો પર તે અસર પાડશે.