વિચારની શક્તિ જ જીવનના પ્રગતિ કે પતનનો આધાર છે

એક નાનકડા ગામડામાં ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલો એક બાળક જે માત્ર ચાર વર્ષની ઉંમરે જ અંધ થયો હતો. હજુ તો દુનિયાને જાેવાની એને માંડ સમજ આવી, ત્યારે જ ભગવાને તેની બંને આંખો છીનવી લીધી. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી એટલે તે બાળકને યોગ્ય સારવાર મળી શકી નહોતી. છતાંય તેના માતા-પિતાએ પોતાના બનતા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ ગયા હતા.

હવે આ બાળક જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ જીવન પ્રત્યે તેની નકારાત્મકતામાં વધારો થવા લાગ્યો હતો. તેની જીવન જીવવાની ઈચ્છાઓ ઘટી રહી હતી. એક સમય એવો આવ્યો કે તેને દુનિયા છોડી દેવાનો ર્નિણય કરી લીધો હતો. તેણે ક્યાંયથી આશાનું કોઈ કિરણ દેખાઈ રહ્યું નહોતું. તેથી તેને જીવનની બધી જ સમસ્યાઓથી મુક્ત થવાનો એક માર્ગ આત્મહત્યા જ લાગી રહ્યો હતો.

તે પોતાના ઘરેથી આત્મહત્યા કરવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં તેને એક સાધુ સાથે મુલાકાત થઈ. એટલે તે સાધુએ તેણે વાતમાં પાડ્યો અને તેના જીવનની સમસ્યાઓને જાણવાનો પ્રયત્ન કર્યો. પછી તેને કહ્યું કે, “બેટા, આ માનવ જીવન તો ભગવાન તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તેને આમ આત્મહત્યા કરીને વ્યર્થ નહીં જવા દે. સમસ્યા તો દરેકના જીવનમાં હોય છે. પણ તેનાથી હારીને પોતાનું જીવન ટૂંકાવી દેવું એ કોઈ સમસ્યાનો હલ નથી. ભગવાને દરેક વ્યક્તિને કોઈને કોઈ ખૂબી આપી જ છે. જેનાથી તે પોતાનું જીવન સરળ બનાવી શકે. એટલે તું તારી સમસ્યાને ભૂલીને પોતાની ખૂબીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર. જીવન આપોઆપ સરળ થઈ જશે.”

સાધુની વાતનો તે બાળક પર ખૂબ જ અસર પડી. અને તેનાથી તેનો પોતાના જીવનને જાેવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. પોતના જીવનની બધી જ કઠિન સમસ્યાઓને પાર કરીને પોતાના જીવનને મનભરીને માણવાનો તેણે સંકલ્પ કરી લીધો. અને પોતાના ઘરે પાછો ફર્યો.

એ છોકરાએ પોતાનું ભણતર શરૂ કર્યું. તેના માતા-પિતાએ પણ તેમાં તેનો સાથ આપ્યો, તેથી તે છોકરો અંધ હોવા છતાંય પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો. તે સાહિત્યમાં પણ રસ લેવા લાગ્યો અને પોતાના અનેક પુસ્તકો લખી પ્રકાશિત કર્યા. એક સમયે આત્મહત્યા કરવા નીકળેલો છોકરો એક સારા વિચારથી ખીણમાંથી નીકળી શિખર સુધી પહોંચી ગયો. આ વાર્તા પરથી દરેક વ્યક્તિએ માત્ર એટલું જ શીખવાની જરૂર છે કે જાે માણસમાં હિંમત અને સારા વિચાર હશે તો તે કંઈ પણ કરવા સક્ષમ છે, ભલે તેના જીવનમાં અસંખ્ય સમસ્યાઓ હોય !

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution